મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા સંજય ગાંધીએ નવી દિલ્હીમાં ૧૧૨ અસાધારણ રૂપથી સફળ મહિલાઓને સમ્માનિત કરી હતી. આ પ્રસંગે ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલ અને સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ ફર્સ્ટ લેડિઝ અસાધારણ ઉપલબ્ધિ મેળવનાર એવી મહિલાઓ છે જેઓએ પોતાના સંબંધિત ક્ષેત્રોમાં સિમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આમાં પ્રથમ મહિલા મર્ચંટ નેવી કેપ્ટન, રેલવેની પ્રથમ ટ્રેન ડ્રાઇવર, પ્રથમ મહિલા ફાયર ફાઇટર, પ્રથમ મહિલા બસ ડ્રાઇવર, એન્ટાર્ટીકા પહોંચવાની પ્રથમ ભારતીય મહિલા વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મેનકા ગાંધીએ ફર્સ્ટ લેડિઝનું સ્વાગત કરતાં જણાવ્યું કે પોતાના સંબંધિત ક્ષેત્રમાં પ્રથમ રહેનારી મહિલાઓનું આ અનોખુ સમૂહ ખરેખર સમ્માનિત મેળવવા હકદાર છે. આ મહિલાઓ પોતાના કાર્યોથી બીજી મહિલાઓ માટે પ્રેરણારૂપ બનશે.
આ સમારંભમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમનું પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે પ્રથમ ભારતીય અભિનેત્રીએ યોગદાન આપવા બદલ સમ્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આ તમામ ૧૧૨ ફર્સ્ટ લેડિઝની માહિતીવાળી કોફી ટેબલ બુક પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
૧૧૨ અચીવર્સ મહિલાઓની પ્રોફાઇલ જાણવા અહીં ક્લિક કરોઃ http://164.100.117.97/WriteReadData/userfiles/Bio-112_First%20Ladies.pdf