હૈદરાબાદ : રાજસ્થાન અને તેલંગાણામાં સઘન સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. મતદાન શરૂ થતાની સાથે જ સવારમાં જ કેટલાક મતદાન મથકો પર તો લાંબી લાઇન જાવા મળી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર સવારમાં ઠંડીના કારણે ઓછા મતદારો પહોંચ્યા હતા. તેલંગણામાં સવારે સાત વાગ્યા અને રાજસ્થાનમાં સવારે આઠ વાગે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતી કલાકમાં જ રાજસ્થાનમાં સાત ટકાની આસપાસ મતદાન થઇ ગયુ હતુ. સવારે મતદાનની શરૂઆત થયા બાદ સામાન્ય મતદારોથી લઇને નેતા અને અભિનેતા અને અન્ય લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.
- રાજસ્થાન અને તેલંગણામાં અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઇ
- રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુન્ધરા રાજે, પૂર્વ મુખ્યપ્રધાન અશોક ગહેલોત, સચિન પાઇલોટ અને કેન્દ્રિય પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ મતદાન કરી ચુક્યા છે
- છેલ્લા ૨૫ વર્ષથી રાજસ્થાનમાં પાંચ વર્ષના ગાળા બાદ સરકાર બદલાતી રહી છે
- ટ્રેડ આ વખતે પણ જારી રહેશે કે કેમ ેને લઇને ભારે સસ્પેન્સ જારી
- તેલંગણા અને રાજસ્થાન બંને રાજ્યોમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ દેખાયો
- ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે
- રાજસ્થાનમાં ગહેલોત અને સચિન પાઇલોટ બંનેમાંથી મુખ્યપ્રધાન કોણ બનશે તેને લઇને ભારે ચર્ચા છેડાઇ ગઇ છે
- છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે જારદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગનમી સીટો જીતી લીધી હતી
- તેલંગણાની ૧૧૯ સીટ પર પણ સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઇ
- કોંગ્રેસ પાર્ટી ૨૫ વર્ષથી ચાલી રહેલા ટ્રેડને લઇને ભારે ઉત્સાહિત દેખાઇ રહી છે
- ભાજપની સત્તા જાળવી રાખવા માટે મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવ દીધી હતી