એપ્પલ દ્વારા 2017 માં આઇપેડ ના ત્રણ મોડલ લોન્ચ કરવા માં આવ્યા હતા. જે મુખ્યત્વે 9.7 ઇંચ , 10.5 ઇંચ અને 12.9 ઇંચ ની સ્ક્રીન સાથે રજુ કરવા માં આવ્યા હતા. તે ઉપરાંત તેની મેમરી સાઈઝ પણ 512 જીબી સુધી વધારવા માં આવી હતી તેને લોપટોપ નું પર્યાય બનાવવા માટે, પરંતુ 2018 માં આગલી જનરેશન નું આઇપેડ કેવું હશે તે સૌને પ્રશ્ન થઇ રહ્યો છે.
ખબરપત્રી ટિમ ની રિસર્ચ મુજબ આઈફોન X ની અલગ યુઝર ઇન્ટરફસે અને બટનલેસ ડિઝાઇન રજુ કરાયા બાદ એપલ તેની આઈપેડ ની નવી શ્રેણી માં તેનો ઉપયોગ કરી શકે તેવી પ્રબળ સંભાવના છે. જો એપલ એવું કરે તો આઇપેડ નો સ્ક્રીન થી ડિવાઇસ નો રેશિયો ખુબજ વધી અને તેને એક ઇન્ફીનીટી ડિસ્પ્લે આપી શકાય તેમ છે.
આ ઉપરાંત તેની અંદર ટચ આઈડી ની જગ્યા એ ફેસ આઈડી રાખી અને નવી શ્રેણી લોન્ચ થઇ શકે છે. આ ઉપરાંત મલ્ટી ટાસ્કીંગ માટે વધારે રેમ પણ રાખવા માં આવી શકે છે. તે ઉપરાંત દર વર્ષે એપલ તેનું કીપેડ પણ લોન્ચ કરતુ હોય છે. તેને પણ નવી ડિઝાઇન સાથે લિંક કરી અને લોન્ચ કરવા ની શક્યતા છે.
ક્યારે થશે લોન્ચ ?
આ ડિવાઇસ WWDC 2018 દરમિયાન લોન્ચ થવા ની શક્યતા છે, WWDC 2017 5 જૂન દરમિયાન યોજાયું હતું, અને આ દિવસે આઇપેડ ની શ્રેણી માં આ મોડલ આઇપેડ X તરીકે પણ ઉતારવા માં આવે શકે છે.