“ યતત: હિ અપિ કૌન્તેયપુરુષસ્યવિપશ્ર્ચિત??
ઇન્દ્રીયાણિપ્રપાથીનિહરાન્તિપ્રસભમ મન: ?? ૨/૬૦ ??”
અર્થ –
“ સાવધાનીથી ઇન્દ્રીયોનો સંયમ કરી અભ્યાસ કરનાર વિધ્વાનમનુષ્યના મનને પણ ઇન્દ્રીયો પરાણે હરી લે છે અને બળાત્કારેવિષયો તરફ ખેચે છે. “
ભગવાન અર્જુનજીને કહે છે કે સંસારમાં વિવેકી અને વિધ્વાન પુરુષો સંસારી જીવનથી મુક્ત થવા માટે પ્રયત્નો કરતા હોય છે. આવા પ્રયત્નો દરમિયાન તે પુરુષના મનને તેની ઇંદ્રીયો વિચલિત કરતી હોય છે . કેમ કે આઇંદ્રીયોને જે સુખ મળે છે તે છોડવાનું ગમતું નથી. આ ઇંદ્રીયોમાં મનુષ્યની ત્વચા, જીભ,આંખ તેમજ અન્ય અંગોનો સમાવેશ થાય છે. વ્યક્તિ મોક્ષ મેળવવાનો નિર્ણય કરે એટલે સ્વાભાવિક રીતે તેની દૈનિક ક્રિયાઓમાં ફેરફાર થાય છે. જેમાં પરોઢિયેવહેલાઉઠવું, યોગાસનો અન્ય કસરત કરવી, મિતાહારી અને મિતભાષી બનવું વગેરેનો સમાવેશ થાય છે. આંખોને સુંદર દ્રશ્યો જોવાનું ગમે છે, જીભને ચટાકેદાર જમવાનું ગમે છે. તેવી જરીતે અન્ય ઇંદ્રીયો પણ તેમને ગમતું સુખ મેળવવા તત્પર હોય છે. પરંતુ વ્યક્તિની મોક્ષ તરફ જવાની ગતિ વિધીને કારણે આ બધી ઇંદ્રીયો પર અંકુશ – નિયંત્રણ આવે છે. જ્યારે તમે કોઇ પણ વ્યક્તિને કોઇ કામ કરવાની ના પાડો ત્યારે તે વ્યક્તિને તેનું કારણ જાણવામાં રસ હોય છે,એટલું જનહિ પરંતુ ના પાડેલુંકામકરવામાટેનીતેની તત્પરતા વધી જતી હોય છે. આવું જ ઇંદ્રીયોની બાબતમાં છે. આંખને અમુક દ્રશ્યો જોવાની ના પાડો કે જીભને અમુક ખોરાક ખાવાની ના પાડોતો તે જોવા કે ખાવા માટેનું તેનું આકર્ષણ અનેકઘણું વધી જાય છે. ભગવાન કહે છે કે આમ વ્યક્તિ જ્યારે મોક્ષ મેળવવા પ્રયત્ન કરે છે ત્યારે તેની ઇંદ્રીયોજબરજસ્તીથી તેમ કરતાં અટકાવવાનોપ્રયત્નકરે છે. આબાબત ધ્યાને લઇ આપણે મોક્ષ માટેનો પ્રયત્નકરીએ ત્યારે ઇંદ્રીયોને પણ અંકુશમાં રાખવાનું શીખવુંજોઇએ. અસ્તુ.
- અનંત પટેલ