પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ બનશે મધ્ય પ્રદેશના રાજ્યપાલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે. આ સંદર્ભે રાષ્ટ્રપતિ ભવન ખાતેથી તેની જાહેરાત કરવામાં આવી છે.

આ સંદર્ભે આનંદીબહેને પર્તિક્રિયા આપતા જણાવ્યું કે મધ્ય પ્રદેશ જેવા મોટા પ્રાંતના રાજ્યપાલ તરીકેની સોંપવા બદલ હું અમિતભાઇ શાહનો આભાર વ્યક્ત કરૂં છું. આ બંધારણીય જવાબદારી છે, જેમાં તટસ્થ ભૂમીકા ભજવવવાની હોય છે. હું મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી સારી રીતે નીભાવી શકુ તે માટે ઈશ્વરને પ્રાર્થના કરૂં છું. મને રાજ્યપાલની જવાબદારી મળવાનું ગર્વ છે. તેમણે ગુજરાત સંગઠન અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આનંદીબેનને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનવા પર શુભેચ્છા પાઠવી હતી.

આનંદીબહેન પટેલ ૨૨મી  જાન્યુઆરીએ મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકેના શપથ ગ્રહણ કરી શકે છે. તે પહેલા તેઓ ભાજપાના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના વર્તમાન રાજ્યપાલ ઓ.પી.કોહલી મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ કાર્યરત હતા.

Share This Article