મુંબઇ : શેરબજારમાં આજે તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૦૭ પોઇન્ટ ઘટીને ૩૬૧૩૪ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૪ પોઇન્ટ ઘટીને ૧૦૮૬૯ની સપાટીએ રહ્યો હતો તેમાં ૦.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૬૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. એચડીએફસી બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયાના શેરમાં પણ ઘટાડો રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં ૦.૬૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. જા કે, નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૭૬ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. વિપ્રો અને ટીસીએસના શેરમાં ઉછાળો નોંધાયો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો તેની સપાટી ૧૫૦૯૮ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪૫૧૪ની નીચી સપાટી રહી હતી. એશિયન શેરબજારમાં આજે મંદી રહી હતી. ચીન અને અમેરિકા વેપાર મતભેદોને દૂર કરવા વાતચીતની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત ફરીએકવાર વધીને ૬૨.૦૯ ડોલર પ્રતિબેરલ થઇ ગઇ હતી.
કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બરમાં અર્થવ્યવસ્થાની વિકાસની ગતિ ૭.૧ ટકા થઈ ગઈ છે જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકા રહી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ના જુલાઈ-સપ્ટેમ્બરમાં વિકાસ દર ઘટીને ૭.૧ ટકા થઈ ગયો છે જે ૮.૨ની સરખામણીમાં ખુબ ઓછો દર છે. આના મુખ્ય કારણો જે આપવામાં આવ્યા છે તેમાં ડોલરની સામે રૂપિયામાં નોંધાયેલી નબળાઈ અને ગ્રામીણ માંગમાં ઘટાડો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો હોવા છતાં જીડીપીનો વૃદ્ધિ દર છેલ્લા નાણાકીય વર્ષની આજ અવધિની સરખામણીમાં વધારે છે. જીડીપીને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર હાલમાં ચાલી રહ્યો છે. સ્ટેટ બેન્કના રિપોર્ટમાં વિકાસ દર ૭.૫ થી લઈને ૭.૬ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. ક્રુડ ઓઈલની કિંમતો, કુદરતી ગેસ અને યુરીયાના ઉત્પાદનમાં ઘટાડાથી આઠ મૂળભૂત ક્ષેત્રોના ઉદ્યોગનો દોર ઓકટોબરમાં ૪.૮ ટકા રહ્યો છે.
કોર સેકટર કોલસા, ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી, યુરિયા, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીના ક્ષેત્રમાં દર વર્ષ પહેલા ઓકટોબરમાં પાંચ ટકા હતો. શેરબજારમાં ગયા શુક્રવારના દિવસે કારોબારના અંતે રિકવરીનો દોર યથાવત રહ્યો હતો. શુક્રવારે કારોબારના અંતે સેન્સેક્સ ૨૪ પોઈન્ટ ઉછળીને ૩૬૧૯૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૮ પોઈન્ટ ઉછળીને ૧૦૮૭૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો.ગઇકાલે સોમવારના દિવસે સેન્સેક્સ ૪૭ પોઈન્ટ ઉછળીને ૩૬૨૪૧ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ઈન્ડેક્ષ ૭ પોઈન્ટ ઉછળને ૧૦૮૮૪ની સપાટીએ રહ્યો હતો.