અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોની ખેતપેદાશો અનએ બાગાયતી પાકોના સંગ્રહની ક્ષમતા વર્ધન માટે રાજ્યમાં ૨૦૨૨ સુધીમાં હાલની કોર્ડ સ્ટોરેજ સંગ્રહ ક્ષમતા વધારીને ૩૦ લાખ મેટ્રિક ટન કરવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુદીમાં ખેડૂતોની આવક બમળી કરવાનો જે સંકલ્પ સેવ્યો છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં મલ્ટી કોમોડિટી કન્ટ્રોલ એટમોસ્ફીઅર ટેકનોલોજી સાથેના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા રૂપિયા ૫૦ કરોડનું પ્રાવધાન રાજ્યના બજેટમાં કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપÂસ્થતિમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ઇન્ટરનેશનલ એક્ઝીબિશન એન્ડ કોન્ફરન્સ ઓન કોલ્ડ ચેઇન, ઇન્ડસ્ટ્રીયલ રેફ્રીજરેશન અને રિફર ટ્રાન્સપોર્ટને ખુલ્લુ મુક્યું હતું. આ ત્રિદિવસીય રેડફોલ્ડ પ્રદર્શનીમાં ભારતના રાજ્યો ઉપરાંત દુનિયાના વિવિધ દેશોના ૧૦૦થી વધુ એક્ઝીબીટર્સ ભાગ લઇ રહ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, ખેડૂતની ખેતપેદાશથી લઇને ફૂડ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીઝ સુધીની સમગ્ર વેલ્યુચેઇનમાં આજે રેફ્રીજરેશન ફેસેલિટીઝ અને કોલ્ડ સ્ટોરેજની ભૂમિકા લગાતાર વધતી રહી છે. અગાઉ આવી સુવિધાઓના અભાવે ખેડૂતને પોતાના ઉત્પાદનો બહુ નજીવા ભાવે વેચી દેવા પડતા અને આર્થિક નુકસાન વેઠવાવારો આવતો એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે હવેનો સમય બદલાયો છે. કેન્દ્રની વર્તમાન એનડીએ સરકાર કિસાનોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના ધ્યેય મંત્ર સાથે પ્રોડક્ટીવીટી સાથોસાથ પ્રોફિટેબિલીટીને પણ અહેમિયત આપે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં કોલ્ડ ચેઇન અને રેફ્રિજરેશન ફેસેલીટીઝ મહત્વનું પરિબળ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વિજય રૂપાણીએ ગુજરાત દૂધ, ફળ-ફળાદી, શાકભાજી અને સી-પ્રોડક્ટસ જેવી હાઈલી પેરીશેબલ ફૂડ પ્રોડક્ટના ઉત્પાદનમાં અગ્રણી છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ ફેસેલીટીઝને પ્રોત્સાહન માટે આગળ વધી રહી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ૩૭૫થી વધુ પોટેટો કોલ્ડ સ્ટોરેજ તેમજ ૧૪૦થી વધારે મિક્સ કોમોડિટી કોલ્ડ સ્ટોરેજ છે તેની છણાવટ કરતા કહ્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજ, પેક હાઉસ, ઇરેડિયેશન પ્લાન સ્થાપવા રૂપિયા પાંચ કરોડ સુધીની સબસિડી તેમજ કૃષિ ઉત્પાદનનોની આંતરરાષ્ટ્રીય નિકાસને વેગ આપવા એર કાર્ગો-સીકાર્ગો માટે રૂપિયા ૧૦ લાખ સુધીની ટ્રાન્સફોર્ટેશન સબસીડી પણ આપવામાં આવે છે. વિજય રૂપાણીએ ગુજરાતને ઉર્વરા ભૂમિ ગણાવતા આ કોન્ફરન્સ-એક્ઝિબિશનમાં સહભાગી થયેલા એક્ઝિબીટર્સને રાજ્યના ૧૬૦૦ કિમી દરિયાકાંઠે કોલ્ડ ચેઇન વૃદ્ધિનો તેમજ સૌર ઉર્જાના વિનિયોગથી કોલ્ડ સ્ટોરેજ-રેફ્રિજરેશન સુવિધાઓના ખર્ચને ઓછો કરવાની વ્યૂહાત્મકતાનો પણ લાભ લેવા ગુજરાતમાં આવવા આહવાન કર્યું હતું. તેમણે આગામી જાન્યુઆરી ૨૦૧૯ની વાયબ્રન્ટ સમિટમાં પણ આ એક્ઝીબિટર્સ મુલાકાતલઇ નેટવ‹કગનો વ્યાપક લાભ લે તેવી અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સ અને પ્રદર્શની નિવિનત્તમ ટેકનોલોજી, ભવિષ્યના પડકારોને પહોંચી વળવાના નવા આયામોના વિચાર મંથનનું સક્ષમ પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. કેન્દ્રીય કૃષિ કલ્યાણ અને પંચાયત રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ દેશ વિદેશમાંથી રેફકોલ્ડ ૨૦૧૮ ઇÂન્ડયામાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓને આવકતા કહ્યું હતું કે, ખેતીની સાથે સાથે ડેરી ઉદ્યોગ પણ આ ક્ષેત્રે વધુ બળવત્તર બને તે માટે આપણે પ્રયાસો કરવા પડશે.