અમદાવાદ : અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડે તેવી Âસ્થતિનું નિર્માણ થયું હતું. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી કેમેરા સર્વેલન્સમાં કેદ થઇ જતાં તેમ જ હેલ્મેટ કે સીટબેલ્ટ વગર વાહન ચલાવનારાઓ રોન્ગ ડ્રાઇવિંગ કરનારા કે ચાલુ વાહને ફોન પર વાત કરનારાઓ સામે આજથી ઇ મેમોની ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ગાંધીનગર તરફ જતાં વાહનચાલકો પર આજથી ૪૦૦ કેમેરા મારફતે ટ્રાફિક અને પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકો પર નજર રાખશે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ઈ-મેમો ફટકારશે.
ગાંધીનગરમાં છેલ્લા ૬ મહિનાથી બંધ કરાયેલી આ પ્રક્રિયા હવે આજથી ફરી શરૂ થઈ હતી. ગાંધીનગરના ખુલ્લા રાજમાર્ગો ઉપર પુરપાટ ઝડપે દોડતાં વાહનો ઉપર નિયંત્રણ આવવા સાથે અત્યારે બિનધાસ્ત ફરીને ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર ધીમા પડશે. જેમાં ફેન્સી નંબર પ્લેટ, હેલ્મેટ, સીટબેલ્ટ, બ્લેક ફિલ્મ ઉપરાંત ઝીબ્રા ક્રોસિંગ સહિત રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરનારને ઈ-મેમોથી દંડ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. ગાંધીનગરમાં પ્રથમ વાર આજથી ઈ-મેમોની સામે ઓનલાઈન દંડ પણ ભરી શકાશે. આજથી ગાંધીનગરમાં જ પાસીંગ થયેલા વાહનો જ નહીં સમગ્ર રાજ્યના કોઈ પણ શહેરના વાહનોને પણ આ ઈ-મેમો સિસ્ટમથી દંડ ફટકારવામાં આવશે. અગાઉ આરટીઓ સાથે રાજ્યવ્યાપી ઓનલાઈન જોડાણની સુવિધા નહીં હોવાથી ગાંધીનગર-જીજે-૧૮ પાસીંગ સિવાયના વાહનચાલકો બચી જઈ બિનધાસ્ત રહેતા હતા. નવી શરૂઆતમાં હવે વાહનોના જૂના માલિકોને ઈ-મેમો નહીં મોકલવામાં આવે, પરંતુ આરટીઓમાં નોંધાયેલા છેલ્લા ઓનલાઈન રેકોર્ડ પ્રમાણેના વાહનચાલકોને જ ઈ-મેમો ફટકારવામાં આવશે. અત્યાર સુધી બહારગામના વાહનચાલકોને સેકટર-૨૨માં આવેલી ટ્રાફિક પોલીસની કચેરીએ આવીને દંડ ભરવો પડતો હતો, જે હવે ઓનલાઈન ભરી શકાશે. પરંતુ સૌથી મહ¥વની વાત તો એ છે કે આ ઇ-મેમો માત્ર ને માત્ર સામાન્ય લોકો માટે જ હોય તેવી રીતની કામગીરી કરાઇ છે.
ગાંધીનગરના ચ-ઝીરો સર્કલ લઇને પ્રધાન નિવાસ જવાના માર્ગ પર એક પણ સીસીટીવી કેમેરા લગાવાયા નથી, જેથી આ માર્ગ પરથી પસાર થતા મુખ્યપ્રધાન સહિત પ્રધાનમંડળના વાહનોને તેમજ ઉચ્ચ અધિકારીઓને ક્યારેય ટ્રાફિકના નિયમભંગ બદલ સીસીટીવીની ચિંતા કરવી નહીં પડે, કેમ કે આ માર્ગ પર સીસીટીવી લગાવાયા જ નથી. અત્યાર સુધી અમદાવાદ અને ગાંધીનગરના ચાલકોને માત્ર મેમો અપાતો હતો ત્યારે હવે તમામ વાહનોને મેમો આપવામાં આવશે. દંડ ભરવા માટે ઓનલાઈન નેટ બેન્કિંગની પણ સુવિધા આપવામાં આવશે.