ઉત્તરાયણ શબ્દની સાથે જ કંઈક યાદ આવે તો તે છે પતંગ અને દોરી…પણ આજે ઉત્તરાયણનો તહેવાર પતંગ સુધી સિમિત નથી રહ્યો. આજે ઉત્તરાયણ એટલે જાતભાતની ટોપીઓ, ગોગલ્સ, પીપુડા, છત્રી, એક્સેસરીઝ, સેલ્ફી અને સ્વેગ.
નાના બાળકોએ રંગબેરંગી પતંગો ઉડાડીને ઉતરાયણ ઊજવી હતી.
ઉત્તરાયણમાં લેટેસ્ટ ટ્રેન્ડમાં ગોગલ્સ, હેટ અને પીક્સ ન હોય તો કેમ ચાલે
આબાલવૃધ્ધ બધાએ અગાશીનો લ્હાવો લીધો…પતંગ ચગાવે કે ન ચગાવે પણ જોવાની મજા તો લીધી જ
ફ્લેટ અને સોસાયટીમાં ધાબા પર જ ઊંધીયુ અને જલેબીની લિજ્જત ઉઠાવાઈ.
ગર્લ્સ , ગોગલ્સ અને સ્વેગ …આ રીતે ઉજવાઈ ઉત્તરાયણ