નવીદિલ્હી : પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર કર્મચારીઓ માટે ગ્રેજ્યુએટીની સમય મર્યાદાને ખતમ કરવા ઉપર વિચારણા ચાલી રહી છે. આને લઇને સક્રિય વિચારણા ચાલી રહી છે. ગ્રેજ્યુએટીની સમય મર્યાદાને ખતમ કરીને જેટલા દિવસે કામ એટલા જ દિવસે ગ્રેજ્યુએટી આપવાની ફોર્મ્યુલા ઉપર વિચારણા ચાલી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાથી સંગઠન ભારતીય મજૂર સંઘ દ્વારા આના માટે સરકાર ઉપર દબાણ લાવવાની શરૂઆત કરી દીધી છે. આ સંગઠને કહ્યું છે કે, કર્મચારીઓના હિતોને ધ્યાનમાં લઇને સરકારે એવી વ્યવસ્થા ઉભી કરવી જાઇએ કે, કર્મચારી કોઇ સંસ્થા અથવા કંપનીમાં જેટલા દિવસે, જેટલા મહિને અથવા તો વર્ષ કામ કરે તે હિસાબથી ગ્રેજ્યુએટીની ચુકવણી કરવામાં આવે. વર્તમાન નિયમ હેઠળ કોઇપણ સંસ્થા અથવા કંપનીમાં કામ કરનાર કર્મચારીને પાંચ વર્ષની નોકરી પૂર્ણ થવાની સ્થિતિમાં ગ્રેજ્યુએટી મળે છે. ભારતીય મજદૂર સંઘના મહાસચિવ વિરજેશ ઉપાધ્યાયનું કહેવું છે કે, આ સંદર્ભમાં સરકાર પાસે વાતચીત ચાલી રહી છે. આ સંબંધમાં શ્રમ મંત્રાલય સાથે એક બેઠક યોજાઈ ચુકી છે. આગામી બેઠક ટુંક સમયમાં જ યોજાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાલના સમયમાં મોટાભાગની સંસ્થાઓ અને કંપનીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
જે સરકારે ગ્રેજ્યુએટી મેળવવાની સમય મર્યાદા પાંચ વર્ષથી ઓછી કરીને ત્રણ વર્ષ પણ કરી દેશે તો તેના પર ખેલ થઇ શકે છે. ત્યારબાદ કોઇપણ કર્મચારીને ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવશે નહીં. આનાથી ઓછા સમય માટે કર્મચારીઓની ભરતી શરૂ કરવામાં આવશે. બીએમસીની માંગણી છે કે, સરકાર પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટ એક્ટ ૧૯૭૨માં ફેરફાર કરે અને ગ્રેજ્યુએટી માટે કોઇ સમય મર્યાદા નક્કી ન કરે. તેમના કહેવા મુજબ બે મહત્વપૂર્ણ ફેરફાર થશે. કંપની ટૂંક સમયમાં જ કર્મચારીઓને કાઢી મુકશે નહીં. સાથે સાથે કર્મચારીઓને પણ નોકરી બદલવાની કોઇ સમસસ્યા નડશે નહીં. આ ફોર્મ્યુલા કર્મચારીઓના હિતોમાં કામ કરશે. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ માટે ગ્રેજ્યુએટી મેળવવાની સમય મર્યાદા પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાના અહેવાલ આવી રહ્યા છે. શ્રમ મંત્રાલય પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા સરકાર ગ્રેજ્યુએટીને લઇને પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને કેટલીક રાહતો આપી શકે છે. આ સંદર્ભમાં અનેક પ્રકારના સૂચનો પર ઇન્ડસ્ટ્રીના દિગ્ગજા સાથે વાતચીત ચાલી રહી છે.