અમદાવાદ : અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનની ૧૧૧મી જન્મજયંતિ મહોત્સવ નિમિતે આ વખતે ૧૧ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદથી નજીક અડાલજના ત્રિમંદિર ખાતે ૩૫ લાખ ચો.ફુટ જેટલા વિશાળ વિસ્તારમાં એક આખુ નગર એટલે કે, જાવા જેવી દુનિયા ઉભી કરવામાં આવી છે. જેમાં તા.૧૫થી તા.૨૫ નવેમ્બર દરમ્યાન રોજેરોજ પૂજય દિપકભાઇના પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા અબાલ વૃધ્ધ સૌકોઇને સુખમય અને શાંતિમય જીવન જીવવાની સમજણ પ્રાપ્ત કરાવવાનો પ્રયાસ થશે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૧૮મી નવેમ્બરે આ જાવા જેવી દુનિયા જાવા ખાસ પધારશે.
આ સિવાય રાજયના અન્ય પ્રધાનો, વિવિધ સંપ્રદાયના સંતો-મહંતો અને સમાજના મહાનુભાવો પણ આ દુનિયાની મુલાકાત લેશે. ભારતભરમાં સૌપ્રથમવાર આટલા વિશાળ ફલક પર ઉજવણી કરવામાં આવશે એમ અત્રે દાદા ભગવાન પરિવારના અગ્રણી પ્રિયેશભાઇ દલાલ, અંકુરભાઇ શાહ અને અમિતભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના આધુનિક અને કળિયુગમાં નાના બાળકથી લઇ યુવાનો, વૃધ્ધો સહિત સૌકોઇ માનસિક તાણ, બિમારી, વિષય, ભોગ, તૃષ્ણા સહિતના કોઇકને કોઇક કારણથી વ્યથિત અને દુઃખી છે ત્યારે તેમને જીવનમાં સાચી શાંતિ અને સુખનો માર્ગ મળતો નથી. આ સંજાગોમાં અબાલ વૃધ્ધ સૌકોઇને જીવનના સાચા સુખ, શાંતિ, આનંદ અને મોક્ષનો માર્ગ મળે તે હેતુથી પરમપૂજનીય દાદા ભગવાને તેમના અક્રમ વિજ્ઞાન દ્વારા આપેલા અદ્ભુત આધ્યાત્મિક ખજાના મારફતે દરેક જીવનને દુઃખમુકત કરવાના ઇરાદાથી આ વખતે દાદાની ૧૧૧મી જન્મજયંતિ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માટે તા.૧૫થી ૨૫ નવેમ્બર દરમ્યાન અડાલજના ત્રિમંદિર ખાતે ૬૦ ફુટબોલ ગ્રાઉન્ડ(૩૫ લાખ ચો.ફુટ)ના વિશાળ વિસ્તારમાં ઉભી કરાયેલી જાવા જેવી દુનિયામાં અનેક આકર્ષણો, આધ્યાત્મના અનેક રહસ્યો અને ધર્મ-જ્ઞાનની સાચી પરિભાષા અને સમજ ઉપલબ્ધ બનાવાઇ છે. એક નગર જેટલા વિસ્તારમાં ઉભી કરાયેલી આ જાવા જેવી દુનિયામાં વિશાળ થીમ પાર્ક અને ચીલ્ડ્રન પાર્કમાં ૨૩ જેટલા થીયેટર અને ટોક-શોનું પણ આયોજન કરાયું છે. થીમપાર્કમાં જીવનમાં આવતા પડકારો સામે પ્રેકટીકલ સમાધાન, પોઝીટીવ અભિગમ, આનંદ અને જ્ઞાન પ્રદાન કરતી સમજણ સરળ ભાષામાં રજૂ થશે. ઉપરાંત, ફોર ડી એક્સીરીયન્સ, થ્રી ડી પ્રોજેકશન મેપીંગ, ઓડિયો-વીઝયુઅલ શો, નાટકો, એકઝીબીશન અને વર્કશોપના આકર્ષણો પણ હશે. આ સિવાય બાળકો માટેના ખાસ ચીલ્ડ્રન પાર્કમાં એનીમેશન શો, ગેમ ઝોન, કિડ્ઝ કેસલ, એમ્ફી થિયેટર, પપેટ શો, ફિલ્મ શો, જાય રાઇડ્ઝ સહિતના અનેક આકર્ષણો સાથે બાળકોને વિનય, પ્રામાણિકતા, અહિંસા, મશ્કરીના જાખમ જેવા મૂલ્યોની સમજણ તેમ જ યુવાનોને મુશ્કેલીઓ અને મોબાઇલ એડિકશન સામે સાચી સમજણ પ્રાપ્ત થશે.
તો, બાળકોના માતા-પિતા માટે બાળકોને પ્રેમ અને હુંફથી ઉછેરવા જરૂરી ચાવીઓ આપતી પેરેન્ટ્સની પાઠશાળાનું આયોજન પણ કરાયું છે. નોંધનીય છે કે, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ જાવા જેવી દુનિયા બતાવવા માટે ખુદ સરકાર દ્વારા પરિપત્ર કરાયો છે. દાદા ભગવાન પરિવારના અગ્રણી પ્રિયેશભાઇ દલાલ, અંકુરભાઇ શાહ અને અમિતભાઇ બ્રહ્મભટ્ટે અંતમાં ઉમેર્યું કે, ૧૧ દિવસના આ ઉજવણી મહોત્સવમાં ૩૪ દેશોમાંથી ચાર હજારથી વધુ વિદેશીઓ, એનઆરઆઇ સહિતના મુલાકાતીઓ અને દાદા ભગવાનના અનુયાયીઓ પધારશે. તો, ગુજરાત સહિત દેશભરમાંથી લાખો લોકો આ જાવા જેવી દુનિયા જાવા ઉમટશે. ૨૫ હજાર લોકો માટે રહેવા, જમવા અને સૂવાની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. આ દુનિયામાં તમામ લોકો માટે મફત પ્રવેશ છે અને તેથી તમામે તેનો મહત્તમ લાભ લેવો જાઇએ. દાદા ભગવાન પરિવારના આશરે ૧૪ હજારથી વધુ સ્વયંસેવકો તમામ મુલાકાતીઓની સેવામાં સતત ખડેપગે તૈનાત રહેશે.