મુંબઈ : મૂડીરોકાણકારોની સંપત્તિમાં આજે ૧.૯૨ લાખ કરોડનો વધારો થયો હતો. બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૫૫૧ પોઇન્ટનો સુધારો થયા બાદ રોકાણકારોની સંપત્તિ ઉલ્લેખનીયરીતે વધી ગઈ હતી. ૩૦ શેર સેંસેક્સમાં એક વખતે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૩૦૪ પોઇન્ટ સુધીનો ઘટાડો થયો હતો. જા કે, નાણામંત્રાલય દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યા બાદ રોકાણકારોની સંપત્તિમાં વધારો થવાની શરૂઆત થઇ હતી. બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૧૩૮૪૫૧૦૯.૩૭ કરોડ થઇ ગઇ હતી. શેરબજારમાં એક વખતે મંદી જાવા મળી હતી. આજે કારોબાર દરમિયાન ૩૦ શેર પૈકી ૨૧ શેરમાં તેજી રહી હતી. એચડીએફસી, ઇન્ફોસીસ અને એક્સિસ બેંકના શેરમાં તેજી નોંધાઈ હતી.
બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૫૬ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૩૮ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. બીએસઈમાં આજે ૧૬૧૩ શેરમાં તેજી રહી હતી જ્યારે ૯૪૧ શેરમાં મંદી નોંધાઈ હતી. ૧૪૪ શેર યથાસ્થિતિમાં રહ્યા હતા. બેંકિંગ, આઈટી, ફાર્મા, રિયાલીટી ઇન્ડેક્સમાં તેજી રહી હતી. શેરબજારમાં એકાએક જોરદાર રિકવરી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. શેરબજારમાં તેજી નોંધાતા મૂડીરોકાણકારો તહેવારની સિઝનમાં ફરીવાર આશાવાદી દેખાઈ રહ્યા છે. તેમની સંપત્તિમાં પણ ફરી વધારો થયો છે. દિવાળી સુધી રિકવરી રહે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે.