મુંબઇ : શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને જોરદાર તેજી સાથે બંધ રહેતા ફરી એકવાર આશા જાગી છે. તહેવાર નજીક છે ત્યારે એકાએક જારદાર રિકવરી નોંધાઈ છે. સેંસેક્સે ૩૪૦૦૦ની સપાટી ફરી એકવાર હાંસલ કરી લીધી છે. પીએસયુ બેંકના શેરમાં જારદાર તેજી જાવા મળી છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં એક વર્ષમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો જાવા મળ્યો હતો. ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ અને કેનેરા બેંકના નેતૃત્વમાં શેરમાં આઠ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સમાં આજે બે ટકાથી વધુનો ઉછાળો જાવા મળ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક અને ડો. રેડ્ડી લેબ જેવી મોટી કંપનીઓની સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાની કમાણીના આંકડા મજબૂત રહ્યા બાદ મૂડીરોકાણકારો આશાવાદી દેખાઈ રહ્યા છે.
સેંસેક્સે ૭૧૮ પોઇન્ટની રિકવરી હાંસલ કરી હતી અને સેંસેક્સ કારોબારના અંતે ૩૪૦૬૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૨૨૧ પોઇન્ટ સુધરીને ૧૦૨૫૧ની સપાટીએ રહ્યો હતો. ચાવીરુપ શેરમાં આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ૧૧ ટકાનો ઉછાળો નોંધાતા તેના શેરની કિંમત ૩૫૧.૪૫ રૂપિયા રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં એક દિવસમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. તેમાં આઠ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. સરકાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયા દ્વારા નક્કી કરવામાં આવેલા ઇસીએમાં ફેરફાર કરનાર છે તેવા અહેવાલ પછી તેજી જામી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૫.૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
એશિયન શેરબજારમાં આજે ઉતારચઢાવવાળી રહી હતી. એક બાજુ નિક્કીમાં ૦.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૩૪૧ પોઇન્ટ ઘટીને ૩૩૩૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૦૦૩૦ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૯૬૬ પોઇન્ટનો ઘટાડો અથવા તો ૨.૮૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટીમાં ૨૭૪ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. આરબીઆઈ, બેંકો અને સરકાર દ્વારા લેવામાં આવી રહેલા જુદા જુદા પગલાઓ વચ્ચે પણ રોકાણકારોને આત્મવિશ્વાસ વધી રહ્યો નથી. એનડીએફસીના શેર પહેલાથી જ તીવ્રરીતે ઘટી રહ્યા છે. અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે કટોકટીને લઇને પણ માર્કેટની ચિંતા વધી ગઈ છે. પત્રકાર જમાલના મોતને લઇને અમેરિકા અને સાઉદી અરેબિયા આમને સામને છે. વધારાના ક્રૂડ ઓઇલના ઉત્પાદનને લઇને સાઉદી અરેબિયાની હિલચાલ શું રહેશે તેને લઇને પણ વિશ્વની નજર કેન્દ્રિત થઇ છે. અમેરિકાએ આ સપ્તાહની શરૂઆતમાં જ ઇરાન ઉપર પ્રતિબંધ લાગૂ કરી દીધા હતા.
સપ્ટેમ્બર મહિના માટેના ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. દેશના મુખ્ય આઠ સેક્ટરો કોલસા, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ફર્ટીલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટી જેવા સેક્ટરોને મળીને બનેલા આઠ સેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા ઓગસ્ટ મહિનામાં ૪.૨ ટકાની આસપાસ રહ્યા હતા. કોલસા અને રિફાઈનરી પ્રોડક્ટનું ઉત્પાદન હળવું બન્યું હતું. આ આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરો કુલ ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન પૈકી ૪૦.૨૭ ટકાનું યોગદાન આપે છે. જાપાન દ્વારા સપ્ટેમ્બર મહિનાના બેરોજગારીના આંકડા મંગળવારે જારી કરવામાં આવનાર છે. બુધવારના દિવસે વૈશ્વિક માર્કેટના આધાર જાપાનની સર્વોચ્ચ બેંક ઉપર નજર રહેશે. જાપાનની સર્વોચ્ચ બેંક વ્યાજદરમાં કોઇ ઘટાડો કરે છે કે કેમ તેને લઇને ચર્ચા છે.