કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)માં ચાલી રહેલી આંતરિક વિખવાદની સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે આલોક વર્માની અરજી ઉપર મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર તમામ લોકોની નજર કેન્દ્રિત હતી. સુપ્રીમ કોર્ટે નવેસરના વિવાદ ઉપર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરતા કહ્યું છે કે, આલોક વર્માની સામે સીવીસી બે સપ્તાહની અંદર જ તપાસ પૂર્ણ કરે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજની દેખરેખમાં આ મામલામાં તપાસ કરાશે. સુપ્રીમ
- બે સપ્તાહની અંદર સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માની સામે તપાસ પૂર્ણ કરવા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો
- રાષ્ટ્રીય મહત્વનો મામલો હોવાથી આ મામલામાં તપાસમાં વધુ વિલંબ કરી શકાય નહીં જેથી ૧૦ દિવસમાં જ તપાસ પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે. તપાસ રિપોર્ટને જાયા બાદ વધુ તપાસની જરૂર છે કે કેમ તે અંગે નિર્ણય લઇ શકાશે તેમ સીજેઆઈ રંજન ગોગોઈ અને જÂસ્ટસ એસકે કૌલ અને એએમ જાસેફે નિર્ણય આપ્યો
- સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એકે પટનાયક આલોક વર્મા સામે સીવીસી તપાસ ઉપર નજર રાખશે
- પોતાના આદેશ અંગે સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આલોક વર્મા સામે સીવીસી તપાસ ઉપર દેખરેખ રાખવા નિવૃત્ત જજને કહેવામાં આવ્યું છે. કારણ કે, દેશ માટે કેસનું મહત્વ રહેલું છે. કોઇપણ પ્રકારની વૈધાનિક સત્તા અથવા તો કોઇ બંધારણ અંગે આંગળી ઉઠાવી ન શકે તે જરૂરી છે
- તપાસ આગળ વધે ત્યાં સુધી કોઇપણ પોલિસી નિર્ણય ન કરવા વચગાળાના સીબીઆઈ ડિરેક્ટર નાગેશ્વર રાવને સૂચના આપી. રાવ નિયમિત કામગીરી અદા કરતા રહેશે
- સુપ્રીમ કોર્ટે વચગાળાના ડિરેક્ટર રાવ દ્વારા હજુ સુધીની તારીખ સુધી લેવામાં આવેલા નિર્ણયો મામલે સીલ કવરમાં રિપોર્ટ આપવા કેન્દ્રને સૂચના આપી
- સુનાવણીની આગામી તારીખ ૧૨મી નવેમ્બરના દિવસે સીલ કવરમાં રિપોર્ટ કરવા ાટે કહેવામાં આવ્યું. સીબીઆઈના કેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે તે અંગે માહિતી આપવા સૂચના આપવામાં આવી