નવા યુગની ઝડપથી વિકસતી બેન્કોમાંની એક એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક છે, 8.50% પ્રતિ વર્ષ ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ના ઉચ્ચ વ્યાજ દરો અને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજના આધાર પર 8.77%ની પ્રાપ્તિ સાથે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. આ વ્યાજ દર 18 મહિના 1 દિવસથી 24 મહિના માટે લાગું છે. 13 મહિના અને 1 દિવસથી 18 મહિના દરમિયાન પરિપક્વ થનારી ડિપોઝિટ પરના વ્યાજ દર 7.75%થી 8.25% વધારવામાં આવ્યા છે.
પહેલાની મુદત | વર્તમાન મુદત | પહેલાંના કાર્ડદર | વર્તમાન દર | વ્યાદનો દર% *વરિષ્ઠ નાગરિકો |
12 મહિના 1 દિવસથી 18 મહિના | 13 મહિના 1 દિવસથી 18 મહિના | 7.75% | 8.25% | 8.51% *9.04% |
18 મહિના 1 દિવસથી 24 મહિના | 18 મહિના 1 દિવસથી 24 મહિના | 8.00% | 8.50% | 8.77% *9.31% |
વરિષ્ઠ નાગરિકોને 0.5% વધુ વ્યાજ દરનો અને વાષિર્ક 9.31%ની વાષિર્ક પ્રાપ્તિનો લાભ મળશે. વ્યાજ દરમાં થયેલો આ વધારો વધુ વ્યાજ મેળવવાના લાભ સાથે સમાધાન કર્યાં વગર તેમના રોકાણમાં સુગમતા રાખવા ઇચ્છતા ગ્રાહકો માટે આકર્ષક સાબિત થશે.
આ વાતની જાહેરાત કરતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના એમડી અને સીઇઓ, શ્રી સંજય અગરવાલે કહ્યું હુતું, આગામી વર્ષમાં 40% વધારો કરવાનો અમારો ઇરાદો છે. એફડીના વ્યાજ દરમાં કરવામાં આવેલા વધારાને કારણે અમને આ વિકાસ આગળ વધારવા માટે જરૂરી એવું ફંડ પ્રાપ્ત થશે. અમારા ગ્રાહકો અનુકૂળ જરૂરિયાતોને પહોંચી વળવા વિભિન્ન લવચિક મુદત માટેના ઉચ્ચ વ્યાજ દર સાથે બેન્ક માર્કેટમાં સ્પર્ધાત્મક વલણ ચાલુ રાખશે.
આ પહેલ એયુ બેન્કના ગ્રાહકો પર કેન્દ્ર કરવાના મજબૂત ધ્યેયનું પુનરાવર્તન કરે છે. બેન્કના અન્ય આકર્ષણોમાં સેવિંગ અકાઉન્ટ માટે માસિક વ્યાજ બેન્કના કામકાજના વધારેલા કલાકો અને તેમના બધા ગ્રાહકો માટે ડિજિટલ બેન્કિંગ નિરાકરણોનો સમાવેશ થાય છે. એયુ બેન્કના વ્યાજ દર અંગે વધુ માહિતી www.aubank.in/ rates-charges પર મળશે.