ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન જાતે બનાવેલો 100 મો સેટેલાઈટ લોન્ચ કરશે. આ લોન્ચ શુક્રવારે થશે. આ લોન્ચિંગમાં 31 જેટલા સેટેલાઈટ હશે જેમાંથી 3 સેટેલાઈટ ઈન્ડીયન હશે. આ પહેલા ગઈ સાલ ફેબ્રુઆરીમાં એકસાથે 104 જેટલાં સેલેલાઈટ ઓર્બિટમાં ઈસરોએ લોન્ચ કર્યા હતા.
આ ઉપગ્રહ શ્રી હરિકોટાનાં સતીષ ધવન સ્પેસ સેન્ટરથી શુક્રવારે સવારે 9-28 વાગે PLSVથી છોડવામાં આવશે. ઈસરોનાં ડાયરેક્ટર એમ અન્નાદૂરેએ જણાવ્યું હતું કે આ સેટેલાઈટ લોવ્ચ થવાની સાથે અમે સદી પૂરી કરીશું. અમે આ બાબતને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. ભારત જે ત્રણ સેટેલાઈટ મોકલવાનાં છે તેમાં ત્રીજો સેટેલાઈટ મેન પે-લોડ કોન્ટેસ્ટ સીરીઝનો ત્રીજો સેટેલાઈટ છે જેનું વજન 100 કિલો છે.જે સૌથી છેલ્લે ઓર્બિટમાં પહોંચશે.