પરિણિતી અન્ય ત્રણ ફિલ્મોને લઇને વ્યસ્ત બની

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ: બોલિવુડમાં શુદ્દ દેશી રોમાન્સ ફિલ્મ મારફતે તમામનુ ધ્યાન ખેંચનાર પરિણિતી ચોપડા  અને સુશાંતસિંહ રાજપુતની  ફિલ્મ તકદુમને રોકી દેવામાં આવી છે. આ ફિલ્મને રોકી દેવાના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. જા કે પરિણિતી હાલમાં નમસ્તે લંડન બાદ અન્ય ફિલ્મોમાં વ્યસ્ત છે. તે હાલમાં સંદીપ ઔર પિન્કી ફરાર નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ  ફિલ્મ માર્ચ મહિનામાં હાથ ધરવામાં આવનાર છે. તે કેસરી નામની બીજી ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં અક્ષય કુમારની ભૂમિક છે. ફિલ્મમાં અનેક કલાકારોને આવરી લેવામાં આવ્યા છે.

ઉપરાંત તે સિદ્ધાર્થ સાથે પણ જબરિયા જાડી ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. તેની હાલમાં નમસ્તે લંડન ફિલ્મ રજૂ કરવામાં આવી છે.સુશાંત અને પરિણિતી ચોપડા અગાઉ પણ સાથે કામ કરી ચુક્યા છે.  હવે હોમી અદાજનિયાની આગામી ફિલ્મમાં જાવા મળી શકે છે. હોમીની આગામી ફિલ્મ તકદુમમાં આ બન્નેની જાડી સાથે નજરે પડનાર છે. જા કે હજુ સુધી ફિલ્મના શુટિંગ અને રજૂઆતની તારીખ અંગે કોઇ વાત કરવામાં આવી હતી. માત્ર જાહેરાત જ કરવામાં આવી છે.  બન્ને કલાકારોએ સોશિયલ નેટવર્કની સાઇટ પર આ અંગેની માહિતી આપી ચુક્યા છે.

પરિણિતી ચોપડાએ Âટ્‌વટરમાં કહ્યુ છે કે તેની સાથે સુશાંતસિંહ રાજપુત ફિલ્મમાં કામ કરી રહ્યો છે. સુશાંત સિંહ રાજપુતે પણ ફિલ્મની પટકથા અંગે વાત કરતા કહ્યુ છે કે આ ફિલ્મની પટકથા એક એવી યુવતિની છે જેની આંખમાં આસમાન હોય છે. સાથે સાથે તેનુ સપનુ એક એવા યુવકને હાંસલ કરવાનુ છે જેની ઇચ્છાશÂક્ત આસમાનને સ્પર્શ કરવાની હોય છે. બન્ને કલાકારો અગાઉ શુદ્ધ દેશી રોમાન્સમાં સાથે કામ કરી ચુક્યા છે. અલબત્ત આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. જા કે ફિલ્મના ગીતો લોકપ્રિય થઇ ગયા હતા.

 

Share This Article