આજની બ્યુટી ટિપ્સ આપને આપની સુંદરતા ની માવજત કરવા માં ખુબજ ઉપયોગી થશે, ચાલો જોઈએ આ ટિપ્સ…
- બ્લીચ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમાં એમોનિયા વધારે પ્રમાણમાં ન આવી જાય. નહીં તો તે તમારી સ્કીનને નુકસાન કરી શકે છે.
- વેક્સ કરતી વખતે કોઈ પણ પ્રોડક્ટ અપલાય કરતાં પહેલા હાથનાં નાના પાર્ટ પર એપ્લાય કરવું પછી થોડી વાર જોવુ, રીએક્શન ન આવે તો અન્ય જગ્યાએ અપ્લાય કરવું.
- નેઈલ રીમૂવર વગર નેઈલપોલિશ કાઢવી હોય તો તેની ઉપર ફરી નેઈલપોલિશ લગાવીને કોટનથી રીમૂવ કરવાથી નીકળી જશે.
- જો તમારા ડાર્ક સર્કલ વધારે હોય તો તમે ફાઉન્ડેશન કરતાં પહેલા આંખની નીચે અને ચહેરાનાં કાળાશવાળા ભાગ પર પહેલા યલ્લો કન્સિલર લગાવો. ડાર્કસર્કલ ઢંકાઈ જશે.
- કાનમાં બુટ્ટી પહેરવાથી કાળા ડાઘ પડી ગયા હોય તો નાળિયેરનાં દૂધમાં કપૂરનો પાવડર મિક્સ કરીને કાનની બુટ પર ઘસવાથી કાળાશ દૂર થશે.