સંસાર રથને સરળતાથી હાંકી શકાય તે માટે યોગ્ય જીવનસાથીની પસંદગી અનિવાર્ય છે. છેલ્લા ૩૫ વર્ષથી આ કાર્ય સફળતા પૂર્વક શ્રી ખડાયતા મેરેજ બ્યુરો, અમદાવાદ દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યું છે.
આ વખતે શ્રી ખડાયતા મેરેજ બ્યુરો દ્વારા રવિવારે ૭ જાન્યુઆરીના રોજ ખડાયતા સમાજના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે અમદાવાદ ખાતે કાંકરિયા સ્થિત ઝૂલેલાલ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ સંગમ મેળો આયોજીત કરવામાં આવ્યો હતો.
આ સ્નેહ સંગમ મેળામાં ૧૨૫ યુવતીઓ અ ૩૫૦થી વધુ યુવકોએ ભાગ લીધો હતો. આ તમામ લગ્ન ઇચ્છુક યુવાઓને શ્રી ખડાયતા મેરેજ બ્યુરો દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી એક ગૌરવશાળી મંચ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.
શ્રી ખડાયતા મેરેજ બ્યુરોના વર્તમાન પ્રમુખ જતીનભાઇ શાહે આ પ્રસંગે જણાવ્યું કે ખડાયતા સમાજના યુવક-યુવતીઓને યોગ્ય પસંદગી મળી રહે તે અમારી સંસ્થાનો ઉદ્દેશ છે અને આ માટે અમે કટિબદ્ધ પણ છીએ. સમાજમાં ઘટતી જતી યુવતીઓની સંખ્યા વિશે ચિંતા થઇ રહી છે. સંસાર રથને સરળતાથી હાંકવા માટે સમાનતા હોવી ખૂબ જ જરૂરી છે, આ માટે ચાલશે, ફાવશે અને ગમશેનું સૂત્ર સાંસારિક જીવનને વધુ સાર્થક બનાવે છે. આ સફળ લગ્નજીવનની ગુરુ ચાવી સમાન છે.