પ્રખર રાષ્ટ્રભક્ત, અખંડ ભારતનાં શિલ્પી, ભારતરત્ન અને પ્રજાવત્સલ રાજપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને દેશની એકતા-અખંડિતતામાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. એક વિરલ વ્યક્તિ તરીકે તેમની લોકપ્રિયતા પ્રશંસનીય હતી. સરદાર વલ્લભભાઇ પટેલનાં સમગ્ર જીવન દરમિયાન વિવિધ સત્યાગ્રહો, કુદરતી આફતોમાં તેમણે કરેલી રચનાત્મક પ્રવૃત્તિઓ, દેશી રજવાડાઓનું વિલીનીકરણ, સમાજની નવરચના, બંધારણનું ઘડતર વગેરે જેવા વિવિધ પ્રસંગોમાં તેમની અસરકારક નેતૃત્વશૈલીનાં દર્શન થયા છે. આવા વિરલ વ્યકિતત્વ માટે સરદાર સરોવર ડેમ સાઇટ પર વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટર પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
દેશી રાજ્યોનું વિલીનીકરણ સરદાર સાહેબનાં માયાળું સ્વભાવ અને સ્પષ્ટ નીતિનાં સમન્વયથી દેશનાં ૫૬૨ જેટલા રજવાડાઓનું એકત્રીકરણ થયુ અને દેશની એકતા અને અખંડિતતા વધુ બળવાન બની. તેમણે દેશી રજવાડાઓને ભારત સંઘ સાથે જોડી એક નવા ઇતિહાસનું પ્રભાત પ્રગટાવ્યું હતું. આજનું અખંડ ભારત સરદાર પટેલની વિશિષ્ટ રાજનૈતિક સુઝબુઝની દેન છે.
અખંડ ભારતની આગવી ઓળખ એટલે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”
ગુજરાતનાં એક પનોતા પુત્ર અને અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને વિશ્વ સમસ્તમા યથોચિત આદરાંજલિ આપવા માટે ગુજરાતનાં બીજા પનોતા પુત્ર અને ભારતનાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૈાથી ઉંચી પ્રતિમા નિર્માણનું સેવલું સોણલું સાકાર થયું છે. ગુજરાતનાં કેવડીયા ગામ નજીક સાધુ બેટથી એકતા અને સખંડિતતાનો સંદેશ દુનિયાભરમાં રેલાશે.
- દેશની એકતા અને અખંડિતતાનાં મહાન શિલ્પી એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલને ભાવભીની શ્રધ્ધાંજલી આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી અનંત નિર્માણ.
- આ પ્રતિમા બનશે દેશની ભાવિ પેઢી માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત.
- સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની ભારતની દઢતા, ક્ષમતા અને એકતાનો વિશ્ર્વને પરિચય.
- સ્ટચ્યુ ઓફ યુનિટી ૧૮૨ મીટરની ઉંચાઈ ધરાવતી વિશ્ર્ની સૌથી ઉંચી પ્રતિમા છે.
- સ્ટચ્યુ ઓફ યુનિટી અમેરીકાના ન્યૂયોર્કની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી લગભગ બમણી ઉંચાઈ છે.
- ૧૯ હજાર સ્કવેર મીટરની વિશાળ જગ્યામાં આકાર પામેલા સરદાર પટેલ સ્મારક પ્રોજેક્ટનું અંદાજે રૂા.૨૩૩૨ કરોડના ખર્ચે નિર્માણ.
- સરદાર પટેલની વિશાળ પ્રતિમાથી દેશના પ્રવાસન ઉધોગને મળશે અદભૂત વેગ. આ પર્યટન સ્થળનાં વિકાસથી ગુજરાતનાં આદિવાસી વિસ્તારનો થશે સર્વાગિણ વિકાસ.
દેશ અને દુનિયાનાં સહેલાણીઓ માટે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” બનશે અનોખું આકર્ષણ સ્થળ
- “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નું નિર્માણ એટલે વિશ્વમાં એકતા – અખંડિતતાનો સંદેશ આપવાની સાથે “એક ભારત – શ્રેષ્ઠ ભારત”નાં મંત્રની પ્રતીતિ.
- “સ્ટેચ્યુ ઓફ યુનિટી” વિશ્વનાં સહેલાણીઓ માટેનું સૈાથી મોટું પર્યટન સ્થળ.
- પ્રવાસીઓને પ્રદર્શન અટારી સુધી લઇ જવા માટે હાઇસ્પિડ એલિવેટર્સની સુવિધા.
- નૈાકા વિહારનાં અનન્ય આનંદ: લગભગ ત્રણ કિ.મી.ની નૈાકા વિહારથી સહેલાણીઓને પ્રતિમાનાં પ્રવેશ સ્થળે લઇ જવાશે.
- “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચળની મનોહર પૃર્વત માળા જોઇ શકાશે.
- સરદાર સરોવર ડેમ વિસ્તારમાં કાયમી ટેન્ટ સિટી આકાર પામશે.
- “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નાં થોડા અંતરે દેશનાં દુતાવાસની ઢબે દરેક રાજ્યોનાં અતિથિ ભવનો આકાર પામશે. પ્રધાન મંત્રીશ્રીનાં એક ભારત – શ્રેષ્ડ ભારતની પરિકલ્પનાં આનાથી મૂર્તિમંત થશે.
- નર્મદાનાં તટે ૧૭ કિ.મી. માં ૨૩૦ હેકટર વિસ્તારમાં દેશ – વિદેશનાં ફુલોથી શોભતી નયનરમ્ય ફ્લાવર વેલીનું નિર્માણ થશે.
- આધુનિક પ્રોજેકશન મેપીંગ દ્વારા સરદારની જીવનગાથા પ્રદર્શીત કરાશે.
- “સ્ટેચ્યુ ઓફ યુનિટી” વિસ્તારમાં સરદાર પટેલ મ્યુઝિયમમાં ૪૦ હજાર દસ્તાવેજો, ૨૦૦૦ ફોટા અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ. સહેલાણીઓની સરદાર વિષે જાણકારી મેળવવાની તમન્નાઓ સંતોષશે.
- “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રોજેક્ટમાં મેમોરીયલ અને વિઝીટર સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- સાધુ ટેકરીથી મુખ્ય રસ્તા સુધી જોડતાં આકર્ષક પુલની સુવિધા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરશે.
- આવાસ પરિસર, શ્રેષ્ઠ ભારત ભવનમાં સહેલાણીઓ રહીને “સ્ટેચ્યુ ઓફ યુનિટિ”નો ભરપુર આનંદ લઇ શકશે.
- શ્રેષ્ઠ ભારત ભવનથી મેમોરિયલ સેન્ટર સુધીનાં ચાર માર્ગીય રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- ૧૦૦ જેટલા યુવાનોને ગાઇડ તરીકે તાલીમ આપી પ્રવાસીઓને “સ્ટેચ્યુ ઓફ યુનિટી” વિસ્તારની રજેરજની માહિતી આપવામાં આવશે.
- પ્રવાસીઓ માટે ફુડ પાર્ક, વોટર પાર્ક અને બોટીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.