નવી દિલ્હી : ભારતીય હવાઇ દળના સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હવાઈ દળના વિમાનો અને હેલિકોપ્ટરોએ દિલધડક પરાક્રમો યોજીને રોમાંચક વાતાવરણ સર્જી દીધું હતું. હવાઈદળના વડા એરચીફ માર્શલ બીએસ ધનોવાએ કહ્યું હતું કે, ભારતીય હવાઈ દળ ટુંકી નોટિસ ઉપર પણ યુદ્ધ લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમારી સેના સંપૂર્ણ સક્ષમ છે. કોઇપણ મુશ્કેલીનો સામનો કરવાની Âસ્થતિમાં છે. હવાઈ દળના સ્થાપના દિવસના પ્રસંગે જવાનોને સંબોધતા ધનોવાએ કહ્યું હતું કે, હવાઈ દળ દેશની સામે રહેલા પડકારોને સફળતાપૂર્વક પાર પાડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. બહુપક્ષીય વ્યૂહાત્મક ક્ષમતાઓ હાસલ કરી લેવામાં આવી છે. ભૂમિ સેના અને નૌકા સેનાની સાથે મળીને સંયુક્તરીતે કામ કરવા માટે પણ અમે તૈયાર છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, તમામ હવાઈ દળના જાંબાજા તરફથી તેઓ રાષ્ટ્રના લોકોને વિશ્વાસ અપાવવા માંગે છે કે, આસમાનમાં પણ દેશની સુરક્ષાને જાળવી રાખવા માટે અમારી સેના સંપૂર્ણપણે સજ્જ છે. ભારતીય હવાઈ દળ દુનિયામાં ચોથા સૌથી શÂક્તશાળી હવાઈ દળ તરીકે રહ્યા છે. ધનોવાએ કહ્યું હતું કે, ગયા વર્ષે પઠાણકોટમાં હવાઈ દળના હેડક્વાર્ટર પર થયેલા ત્રાસવાદી હુમલાને ધ્યાનમાં લઇને કોઇપણ પડકારને પહોંચી વળવા માટે હવાઈ દળના સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
હવાઈ દળે આજે ૮૬માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. એરફોર્સના જુદા જુદા અધિકારીઓ સામેલ રહ્યા હતા. દિવસ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ઉજવણી કરવામાં આવી હતી. વૈશ્વિક ક્ષેત્રમાં હાલમાં જુદા જુદા દેશો વચ્ચે ગળા કાપ સ્પર્ધા હથિયારોને લઇને ચાલી રહી છે. આ પ્રસંગે હિડન એરબેઝ ઉપર ભવ્ય કાર્યક્રમોનું અયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હવાઈ દળના વિમાનોએ શÂક્ત અને સૌર્યનું પ્રદર્શન કર્યું હતું. આકાશમાં દિલધડક પરાક્રમો દર્શાવવામાં આવ્યા હતા.
આ ગાળા દરમિયાન હવાઈ દળના સુખોઇ જેગુઆર, તેજસ, મિરાજ, મિગ, યુદ્ધવિમાન સી-૧૭, સી-૧૩૦ જેવા પરિવહન વિમાન અને હેલિકોપ્ટર એરડિસ્પ્લેમાં સામેલ થયા હતા. જવાનોએ દિલધડક પરાક્રમો દર્શાવીને ઉપÂસ્થત રહેલા લોકોને રોમાંચિત કરી દીધા હતા અને આશ્ચર્યચકિત પણ કરી દીધા હતા. સ્થાપના દિવસના કાર્યક્રમ ઉપર મોટી સંખ્યામાં લોકો પણ ઉજવણીને જાવા માટે પહોંચ્યા હતા. સુખોઇ જેગુઆર, તેજસ અને હવાઈ દળના યુદ્ધ વિમાનોને સૌથી શÂક્તશાળી અને આધુનિક વિમાનો ગણવામાં આવે છે.