શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ આજે સ્થાનિક ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. સેના અને અર્ધલશ્કરી દળના ૧૦ હજારથી પણ વધારે જવાનો સુરક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના કુલ ૪૨૨ વોર્ડોમાં ૮૨૦ પોલિંગ સ્ટેશન પર સ્થાનિક ચૂંટણી યોજાઇ રહી છે. આજે પ્રથમ તબક્કામાં મતદાન થઇ રહ્યુ છે. ચૂંટણી અધિકારીઓના કહેવા મુજબ સામાન્ય લોકો માટે મતદાન કરવા માટેનો સમય સાત વાગ્યાથી રાખવામાં આવ્યો છે. સવારે સાત વાગે મતદાનની શરૂઆત થયા બાદ કેટલાક રાજકીય પક્ષોના બહિષ્કાર વચ્ચે મતદાન કરવા માટે લોકો આગળ આવ્યા હતા. સાંજે ચાર વાગે સુધી મતદાન ચાલનાર છે. ખીણણના તમામ પોલિંગ બુથ સહિત જાહેર સ્થળો પર મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.
સાથે સાથે હિંસક દેખાવ અને પ્રદર્શનની શંકા વચ્ચે દક્ષિણ કાશ્મીર અને શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં સેના અને કેન્દ્રિય દળોના વધારાના જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં મુખ્ય ચૂંટણી અધિકારી શાલીન કાબરાના કહેવા મુજબ સ્થાનિક ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કુલ ૩૨૧ વોર્ડમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂટણી પંચના કહેવા મુજબ પહેલા તબક્કા માટે કુલ ૪૨૨ વોર્ડમાં મતદાન કરાવવાની યોજના હતી. જા કે ૭૮ બોર્ડમાં માત્ર એક ઉમેદવારની ઉમેદવારીના કારણે તેમને બિન હરિફ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે ૨૩ વોર્ડમાં કોઇ પણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી દાખલ કરવામાં આવી નથી. જેથી પ્રથમ તબક્કામાં અહીં મતદાન થઇ રહ્યુ નથી. ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ મતદાનની પ્રક્રિયા આજે શરૂ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીના કહેવા મુજબ પ્રથમ તબક્કામાં કુલ ૧૨૦૪ ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહ્યા છે.
તમામ જગ્યાએ ઇવીએમ મારફતે મતદાન કરવામાં આવી રહ્યુ છે. વહીવટી તંત્રના લોકોના કહેવા મુજબ પ્રથમ તબક્કામાં જમ્મુ સંભાગના જમ્મુ નગર નિગમ, રાજારી, નૌશેરા, સુન્દરબની, પુંછ, સુરનકોટ, આરએસપુરા, અખનુર, જ્યોડિયા, કાલાકોટ, અરનિયા અને ખૌડ વિસ્તારમાં મતદાન થઇ રહ્યુ છે. બીજી બાજુ કાશ્મીરમાં કોકરનાગ, હંદવાડા, બાંદાપોરા, બારામુલ્લા, કુપવાડા અને શ્રીનગર નગર નિગમના ત્રણ વોર્ડમાં વોટિંગ થઇ રહ્યુ છે. આ તમામ મતદાન વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જમ્મુ જાનના ૧૦૦૦, કાશ્મીર જાનના ૧૩૮ લડાખના કુલ ૬૬ ઉમેદવારો છે. વહીવટી તંત્ર ે ઉમેદવારોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા છે. ભયમુક્ત ચૂંટણી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ચૂંટણીનો બહિષ્કાર કરનાર હુરિયત કોન્ફરન્સના નેતા મીરવાઇઝ ઉમર ફારૂકને નજર કેદ હેઠળ રાખવામાં આવ્યા છે. હવે ૧૦મી ઓક્ટોબરના દિવસે બીજા તબક્કામાં મતદાન થનાર છે. ત્રીજા તબક્કામાં ૧૩મી ઓક્ટોબરના દિવસે મતદાન યોજનાર છે. આવી જ રીતે ૧૬મી ઓક્ટોબરના દિવસે ૧૩૨ વોર્ડમાં મતદાન થનાર છે.