અમદાવાદ: નવરાત્રિના પર્વ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે કોઇપણ અનિચ્છનીય બનાવને ટાળવા અને યુવતીઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા કમર કસી લેવામાં આવી છે. નવરાત્રિ દરમ્યાન રાસ-ગરબાની રમઝટ માણવા જનાર યુવતીઓ અને મહિલાઓની રક્ષા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને અલગ-અલગ મહિલા સ્કવોડની રચના કરવામાં આવી છે. નવરાત્રિ દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં અને સ્થળોએ મહિલા પોલીસ સાદા ડ્રેસમાં લુખા અને અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે અને યુવતીઓ કે મહિલાઓની છેડતી કરનાર કે તેમની જાતીય સતામણી કરનાર તત્વોને ઝબ્બે કરશે. બીજીબાજુ, યુવતીઓ અને મહિલાઓને પણ આવા તત્વોથી સાવધ રહેવા અને તકેદારી રાખવા ખાસ તાકીદ કરાઇ છે.
નવરાત્રિ દરમ્યાન યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે શહેર પોલીસ દ્વારા ખાસ કરીને મહિલા પોલીસ વિભાગ દ્વારા અલગ તૈયારીઓ અને આયોજન કરવામાં આવ્યા છે. જેમાં મહિલા પોલીસની અલગ-અલગ સ્કવોડની રચના કરવામાં આવી છે. આ સ્કવોડની મહિલા પોલીસ સાદા ડ્રેસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અને એસજી હાઇવે પરના પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ અચાનક વીઝીટ લઇ સુરક્ષાની પરિÂસ્થતિની સમીક્ષા કરશે અને નવરાત્રિમાં ચાલી રહેલા રાસ-ગરબા દરમ્યાન ગુપ્ત રીતે અસમાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે.
એટલું જ નહી, યુવતીઓ કે મહિલાઓની છેડતી કે જાતીય સતામણી કરનાર આવા અસામાજિક તત્વોને મહિલા પોલીસની સ્કવોડ ઘટનાસ્થળે જ ઉઠાવશે અને તેની વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરશે. પોલીસના કહેવા મુજબ શકય હોય ત્યાં સુધી યુવતીઓ અને મહિલાઓએ શહેરના મુખ્ય માર્ગોનો જ ગરબાના સ્થળોએ જવા કે ત્યાંથી ઘેર પરત ફરતી વખતે ઉપયોગ કરવો. વળી, યુવતીઓ અને મહિલાઓએ જે કોઇ ગરબાના સ્થળે રાસ-ગરબા રમવા જાય તો પોતાના ઘેર અને પરિવારજનોને જાણ કરીને જાય કે જેથી કોઇ આકÂસ્કમ સંજાગો કે ઘટના વખતે તેમનો તાત્કાલિક સંપર્ક કરી શકાય.