મુંબઈ: ભારતમાં સ્વરોજગારી અને વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપતાં ટાટા મોટર્સ એસ ગોલ્ડે બે મહિના લાંબી ચાલનારી ઘર લાઓ ગોલ્ડ કન્ટેસ્ટનો શુભારંભ કર્યો છે. પાંચ ભાગ્યશાળી વિજેતાઓને સુપરસ્ટાર અક્ષય કુમારને મળવાની અને રૂ. 3.78 લાખ મૂલ્યની નવીનક્કોર ટાટા એસ ગોલ્ડ ઘેર લઈ જવાનો મોકો મળશે. ઉપરાંત ટોચની 10 એન્ટ્રી માટે પ્રત્યેકી રૂ. 5000નાં સાપ્તાહિક ઈનામો પણ અપાશે.
#ઘરલાઓગોલ્ડકન્ટેસ્ટમાં ભાગ લેવા માટે સહભાગીઓએ 3 આસાન પ્રશ્નોના ઉત્તરો આપવાના રહેશે અને ટાટા એસ ગોલ્ડ સાથે તેમને અજોડ હસ્તીઓની પેનલ બેસ્ટ એન્ટ્રી ચૂંટી કાઢશે અને ચૂંટેલા સહભાગીઓને પેનલ સાથે તેમની વેપાર આઈડિયા બારીકાઈથી શેર કરવા માટે આમંત્રિત કરાશે. શૈક્ષણિક પાત્રતા માપદંડ નથી, પરંતુ નાવીન્યતા તે તેની પાછળનો આઈડિયા છે.
ઓગસ્ટ 2018માં શરૂ કરવામાં આવેલી ઘર લાઓ ગોલ્ડ કન્ટેસ્ટને અદભુત પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. લગભગ 19,000 એન્ટ્રીઓ હમણાં સુધી આવી હોઈ કેમ્પેઈન ઓનલાઈન પર ભવ્ય સફળ થઈ છે અને તેના આરંભથી લગભગ 30,000 ઓર્ગેનિક સર્ચીસ મેળવ્યા છે. અમારા સોશિયલ મિડિયા મંટ પર 3.7 મિલિયન વ્યુઝ પણ મળ્યા છે, જેમાં 2.5 લાથખ લોકોએ સક્રિય રીતે અમારા કેમ્પેઈન પેજ પર સક્રિય રીતે સહભાગી થયા હતા. કેમ્પેઈને હમણાં સુધી 6 મિલિયન જીવનને સ્પર્શે કર્યો છે. કન્ટેસ્ટમાં ભાગ લેવાનો છેલ્લો દિવસ 30મીસપ્ટેમ્બર, 2018 રહેશે.
આ કેમ્પેઈન પર બોલતાં ટાટા મોટર્સના કમર્શિયલ વેહિકલ બિઝનેસ યુનિટના માર્કેટિગ અને બ્રાન્ડ કોમ્યુનિકેશન્સનાહેડ યુ ટી રામપ્રસાદે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અનુસાર ભારતમાં બેરોજગારી 2019 સુધી 18.9 મિલિયનનો આંક આંબશે એવો અંદાજ છે. આપણી જનસંખ્યા કુશળ અને અકુશળ શ્રમની ઉપલબ્ધતાની દષ્ટિએ અજોડ ખૂબી પૂરી પાડે છે. આ સંભાવનાનો લાભ વેપાર સાહસિકતા અને નાવીન્યતાને પ્રોત્સાહન આપીનેલઈ શકાય એમ છે. આ હેતુથી જ ટાટા મોટર્સ દ્વારા ઘર લાઓ ગોલ્ડ કન્ટેસ્ટ લોન્ચ કરવામાં આવી છે, જેનું લક્ષ્ય દેશભરમાં વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવાનું છે. અમે સ્પર્ધાને મળેલા ઉત્તમ પ્રતિસાદથી ભારે પ્રભાવિત છીએ. ટાટા એસે ભૂતકાળમાં હજારો વેપાર સાહસિકોને સપનાં સાકાર કરવામાં મદદ કરી છે. આ કન્ટેસ્ટ સાથે અમે વધુ ઊભરતા વેપાર સાહસિકોને સફળતા માટે સહાય કરવા ઉત્સુક છીએ.
ટાટા મોટર્સે ટાટા એસ સાથે નાના કમર્શિયલ વાહન ઉદ્યોગમાં આગેવાની કરી છે. 2005થી હજારો વેપારો તેમની પરિવહન અને લોજિસ્ટિક્સ જરૂરતો માટે ટાટા એસ પર આધાર રાખે છે. 68 ટકા બજાર હિસ્સા સાથે ટાટા મોટર્સ મિની ટ્રક્સ સેગમેન્ટમાં બજાર આગેવાન તરીકે ચાલુ રહેશે. લગભગ 2 મિલિયન (20 લાખ) વાહનો એસ મંચ પર હોઈ આજે માર્ગ પર દોડી રહ્યા છે જે સાથે ટાટા મોટર્સ સેગમેન્ટમાં નિર્વિવાદ રીતે બજાર આગેવાન છે. આજે વેચાતાં દરેક 2 કમર્શિયલ વાહન (ગૂડ્સ કેરિયર)માંથી એક એસ પરિવારમાંથી હોય છે.