નવી દિલ્હી: વિમાનમાં ઉપયોગ થનાર ફ્યુઅલ એટીએફની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે હવે વિમાની કંપનીઓની હાલત કફોડી બની રહી છે. આવી સ્થિતીમાં વિમાની કંપનીઓ પાસે યાત્રી ભાડામાં વધારો કરવા સિવાય હવે કોઇ વિકલ્પ રહ્યો નથી. ટુંક સમયમા જ વિમાની ભાડામાં પાંચથી દસ ટકા સુધીનો વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. એવિએશન સેક્ટર સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે હવે ક્રુડ ઓઇલની કિંમત એટલા વધી ગયા છે કે એરલાઇન્સની પાસે ભાડામાં વધારો કરવા સિવાય કોઇ વિકલ્પ નથી. જા કે એમ માનવામાં આવે છે કે એરલાઇન્સ યાત્રી ભાડામાં આડેધડ કોઇ વધારો કરનાર નથી.
એવિએશન સેક્ટરના નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે કયા સેક્ટરમાં કેટલા પ્રમાણમાં ભાડુ વધશે તે બાબત યોગ્ય રીતે વિચારણા કરવામાં આવ્યા બાદ નક્કી કરવામાં આવનાર છે. જા કે એક બાબત તો નક્કી છે કે ભાડુ ૫-૧૦ ટકા સુધી વધનાર છે. આનુ મોટુ કારણ એ છે કે ઇન્ડસ્ટ્ર્ીઝનો અંદાજ છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં એવિએશન ઇન્ડસ્ટ્ીઝનુ કુલ વાર્ષિક નુકસાનનો આંકડો ૨૦ હજાર કરોડ સુધી પહોંચી ગયો છે.
સસ્તા ભાડાના વિકલ્પ પર આગળ વધી શકે તેવી સ્થિતી રહેલી નથી. આ વખતે સંકટનુ કારણ એ છે કે ક્રુડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ ડોલરની સામે રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આની સૌથી વધારે માઠી અસર એવિએશન સેક્ટર અથવા તો ઉડ્ડયન સેક્ટર પર થઇ રહી છે. એવિએશન સેક્ટરમાં પણ કોઇ પણ એરલાઇન્સના ૩૦-૩૫ ટકા રકમ ખર્ચ થાય છે. વિમાની યાત્રા વધુ પ્રમાણમાં કરતા લોકોને વધારે બોજ પડનાર છે. હાલમાં ઉડ્ડયન કંપનીઓ વચ્ચે પણ ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે. હવે લાંબા સમય સુધી ઓછા ભાડા પર આગળ વધવાની બાબત એરલાઇન્સ માટે પણ પડકારરૂપ બની ગઇ છે.