અમદાવાદઃ એવો પ્રેમ જે મુઘલ સામ્રાજયના મજબૂત પાયાને હચમચાવી દે છે, યુવાન યુવરાજ અને સુંદર દાસીનો ટાઇમલેસ રોમાન્સ કલર્સ અત્યાર સુધીની મહાનતમ પ્રેમ કહાણી: દાસ્તાન–એ–મોહબ્બત સલીમ અનારકલી માટે સુસજજ થઇ રહેલ છે. દાસ્તાન–એ–મહોબ્બત : સલીમ અનારકલી એક સોહામણા મુઘલ રાજકુમાર સલીમ (શાહિર શેખ) અને વિસ્મિત કરી દેનાર રકાસ્સા અનારકલી (સોનારિકા ભદોરિયા દ્વારા અભિનિત)ની કહાણી કહે છે જેઓ એ નિયમોને પડકાર્યા અને પોતાના પ્રેમ માટે લડવાનું પસંદ કર્યું.
આ ભવ્ય રચના પીઢ અભિનેતા શાહબાઝ ખાનના અકબરની ભૂમિકાપ ગુરદીપ કોહલી પુંજના જોધાની ભૂમિકા અને અરુણા ઇરાની હમિદા બેગમ તરીકે હોવાનું ગૌરવ ધરાવે છે. પિયુષ સહદેવ, તસનીમ શેખ અને પાર્વતી સેહગલ જેવા ખૂબ પસંદ કરાયેલા ટેલીવિઝનના ચહેરા પણ આ વિદ્રોહી પ્રેમ ડ્રામાનો હિસ્સો હશે. રાઇટર્સ ગેલેકસી દ્વારા નિર્મિત શો, દર સોમવારથી શુક્રવાર રાત્રે 8.30 કલાકે કલર્સ પર દર્શાવવામાં આવે છે. શોના મુખ્ય એકટર્સ શાહીર શેખ (સલીમ) અને સોનારિકા ભદોરિયા (અનારકલી)એ પોતાની પ્રેમ ગાથા, દાસ્તાન–એ–મોહબ્બત : સલીમ અનારકલીને પ્રમોટ કરવા આકર્ષક શહેર અમદાવાદની મુલાકાત લીધી હતી.
આ બાબતે બોલતાં, હિન્દી માસ એનટરટેનમેન્ટના, ચીફ કન્ટેન્ટ ઓફિસર, મનિષા શર્માએ કહ્યું, “ઐતિહાસિક પાશ્ચાદભૂ સામે ગોઠવવામાં આવેલ, શો રાજકુમાર સલીમની પ્રેમકહાણીને યાદ કરે છે જે એક કનીઝ અનારકલીના પ્રેમમાં પડે છે. આ નિષિદ્ઘ પ્રેમી યુગલ માટે સમાજનો તિરસ્કાર એના પિતા અકબરની અદાવત સલીમને વિદ્રોહી બનાવે છે પણ મુગટને છોડી દેવા તૈયાર થઇ જવાનું આ કરુણ કહાણીને જકડી રાખનાર કહાણી બનાવે છે. અમોએ અન્યો માંહે શાહિર શેખ, સોનારિકા ભદોરિયા, ગુરદીપ કોહલી પુંજ અને અરુણા ઇરાની જેવા કેટલાંક સરસ એકટર્સને આ લાર્જર ધેન લાઇફ પાત્રો ભજવવા ઉતારેલ છે. કલર્સ પર આ અનોખું વર્ણન દર્શકોને ચોકકસ જકડી રાખનાર હશે કેમ કે આ એ યુગનું ચિત્રણ હશે જેને આપણે નિહાળતા અને તેના અંગે વાંચતા બન્ને સાથે ઉછર્યા છીએ. આ સદાબહાર પ્રેમ ગાથાને આ પેઢીને ફરી એક વખત કહેવાનો આ સમય છે.”
દાસ્તાન–એ–મહોબબત: સલીમ અનારકલીના નિર્માતા અને ક્રિએટર, રાઇટર ગેલેકસીના અનિરુદ્ઘ પાઠક, વધુમાં એમ કહેતા ઉમેરો કરે છે, “શો મુઘલ યુગના ડાયનામિઝમને લઇને આવે છે અને સલીમ અને અનારકલીની કોર્ટશિપનું વર્ણન કરશે. એડવાન્સ્ડ ટેકનોલોજી અને સરસ ક્રિએટિવિટી સાથે, અમે અમારા દર્શકોને એક સરસ સિનેમેટિક અનુભવ આપવા માંગીએ છીએ. શોની ભવ્યતાને ધ્યાનમાં રાખતાં– અમે જેને સરસ રીતે લખવામાં આવેલ છે તે ઇતિહાસના આ વર્ઝનને શ્રેષ્ઠ રીતે ઉતારવામાં મદદ કરી શકે તે માટે અમારી પાસે બોર્ડ પર બેસ્ટ ટીમ છે.”
સલીમની ભૂમિકા ભજવતા શાહિર શેખે કહ્યું, “કોઇ પણ અભિનેતા માટે સલીમ એક ડ્રિમ રોલ છે. મને લાગે છે કે સૌથી મુશ્કેલ ભાગ પાત્રની પરતો અને પીડાનું નિરૂપણ કરવું તે છે. તે અતિશય જટિલ વ્યક્તિ હતો આથી તે એટલું સરળ તો નથી જ – મને આ ભૂમિકા બાબતે એ જ ગમી ગયું. નિર્માતાઓએ દેખાવ અને સેટસને બરોબર કર્યા છે અને અમે સૌ પાત્રોને ન્યાય આપીશું. એક ટીવી અભિનેતા તરીકે, અમારા વિકલ્પો ખૂબ જ સીમિત હોય છે અને હું સલીમના આઇકોનિક પાત્રને ભજવવા બાબતે ખૂબ જ નસીબદાર છું.” અમદાવાદની મુલાકાત બાબતે શાહીરે કહ્યું, “સુંદર શહેરની મુલાકાત લેવા બાબતે હું ખુશ છું. અમારો શો સલીમ–અનારકલીની શાશ્વત પ્રેમ ગાથાનું પુનઃસર્જન કરે છે અને મને આશા છે કે અમદાવાદના લોકો આ ભજવણીની કદર કરશે અને અમને પોતાનો પ્રેમ અને ટેકો કરશે.”
અનારકલીની ભૂમિકા ભજવતી સોનારિકા ભદોરિયાએ કહ્યું, “શો રાજકુમાર સલીમ અને બાંદી અનારકલીની અમૂર્ત ગાથાનું ગાન હશે. આ પ્રેમનો એ સંદેશ પાઠવશે જે સમાજના નિયમો અને કાયદાઓ પર પ્રમુખ છે. અનારકલી જેવા મજબૂત પાત્રને ભજવવામાં પુષ્કળ રહસ્યમયતા છે. પાત્રની બારીકીઓ લેવા માટે હું કથકના લેશન લઇ રહેલ છું” અમદાવાદની મુલાકાત બાબતે તેણીએ એમ કહેતા ઉમેરો કર્યો, “દાસ્તાન–એ–મોહબ્બત : સલીમ અનારકલી સલીમ અને અનારકલીની અમર પ્રેમ કહાણીની તાજી ભજવણી છે. અમદાવાદમાં અમારા દર્શકો આ જોઇ શું પ્રતિક્રિયા આપે છે તે જોવા હું આતુર છું. મને આશા છે કે અમારો ભારે પરિશ્રમ વળતર ચૂકવશે અને દરેક જણને શો ગમશે.”
સલીમ અને અનારકલી વચ્ચેના પ્રેમ તથા ઘેલછાની સનાતનતા ઇતિહાસમાં અમૂર્ત છે અને હવે તે કડકપણે ગૂંથવામાં આવેલ વર્ણન વડે જિવંત બનાવવામાં આવી રહેલ છે.