અમદાવાદઃ વી-ટ્રાન્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર આદિત્ય શાહનું મુંબઈમાં આયોજિત ફ્યુચર લીડર્સ સમિટ 2018માં ‘ઈમર્જિંગ લીડર ઓફ ધ યર એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું છે. ટેસ્કોના સીઈઓ સુમિત મિત્રાના હસ્તે તેમને એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ એક ઉદ્યોગસાહસિક તરીકે તેમના ઉદાહરણરૂપ વિઝન અને કંપનીની કામગીરીના દરેક પાસામાં શ્રેષ્ઠતા લાવવાની તેમની કટીબદ્ધતાને પ્રતિપાદિત કરે છે.
ફ્યુચર લીડર્સ સમિટમાં સફળ નેતૃત્વ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે એક છત હેઠળ શ્રેષ્ઠ ઉદ્યોગસાહિકો એકત્ર થાય છે. ભાવિ ઉદ્યોગપતિઓ બનાવવા માટે કોર્પોરેટ સંસ્કૃતિમાં અમલમાં મૂકી શકાય તે હેતુથી સીધી રીતે સંબંધિત, સરળતાથી અમલમાં મૂકી શકાય તેવા સાધનો અને તકનીકો સાથે વ્યવહારુ ટીપ્સથી લઈને નવીન વ્યૂહરચનાઓ શીખવવા અને પૂરી પાડવા માટે આ સમિટ ડિઝાઈન કરવામાં આવી છે. આ વર્ષે સમિટમાં ક્રાફ્ટ હેઈન્ઝના એમડી સંકલ્પ પોટભારે, રિલાયન્સ જીઓના વીપી એચઆર હરજીત ખાન્ડુજા, એચએસઈના કોર્પોરેટ હેડ અને ટાટામોટર્સના સીએસઓ અરવિંદ બોધાનકર, જીઈ દક્ષિણ એશિયાના ચીફ કોમ્યુનિકેશન્સ ઓફિસર રચના પાંડા સહિત ઉદ્યોગ જગતની અગ્રણી હસ્તિઓએ ઉપસ્થિત રહી હતી.
આદિત્ય નવ વર્ષથી વી-ટ્રાન્સ સાથે જોડાયા છે. કંપની સાથે જોડાયાના એક દાયકાથી ઓછા સમયમાં તેમણે કોર્પોરેટ અને વેચાણ વ્યૂહરચના, મહત્વના એકાઉન્ટ્સ અને કસ્ટમર સર્વિસમાં મહત્વના ડેવલપમેન્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેમણે ઉદાહણ સ્થાપિત કર્યા છે. તેમની નવીનતા, બહુમુખી ભાવિ તૈયાર વિચારસરણી અને બજારની માગણીઓને અસરકારક રીતે સંરેખિત કરવાની ક્ષમતાઓ માટે તેમને માન્યતા આપવામાં આવી છે. આદિત્યની જોખમ લેવાની ક્ષમતા અને સમય અંગેની આંતરિક સમજ સાથે તેમના ઉત્સાહે તેમને આ એવોર્ડ મેળવવા માટે સક્ષમ બનાવ્યા છે.
આ સિદ્ધી હાંસલ કરવાના પ્રસંગે વાત કરતાં વી-ટ્રાન્સ (ઈન્ડિયા) લિ.ના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર આદિત્ય શાહે જણાવ્યું હતું કે, ‘આ પ્રતિષ્ઠિત ફોરમમાં ઈમર્જિંગ લીડર ઓફ ધ યર તરીકે પ્રમાણિત થવું એ સન્માનની બાબત છે. અગાઉની પેઢી દ્વારા રજૂ કરાયેલા સમાન પ્રશંસનીય માર્ગે વી-ટ્રાન્સનું નેતૃત્વ કરવાનો મારો પ્રયાસ રહ્યો છે. આ વર્ષે, અમે અમારા ગ્રાહકોને વધુ વ્યવસાયિક અને વધુ સાનુકૂળ સેવા અનુભવ આપવાનો એકંદર ધ્યેય પ્રાપ્ત કરવા નવીનતમ ઉત્સાહથી આગળ વધવા, ટેકનોલોજી એકીકરણને મજબૂત કરવા અને અમારા મિશનને પરિપૂર્ણ કરવાનું ચાલુ રાખીશું.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘આ કંપનીનું નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠતા માટેના મારા પ્રયાસમાં, આવા પુરસ્કારો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને મને પ્રેરિત કરે છે.’
વી-ટ્રાન્સ રાષ્ટ્રીય માર્ગ પરીવહન ઉદ્યોગમાં અગ્રેસર છે અને સમગ્ર દેશમાં જમીની પરીવહન ઉકેલ પૂરો પાડે છે. એક ગ્રૂપ તરીકે વી-ટ્રાન્સ તેના ત્રણ વિભાગો વી-ટ્રાન્સ, વી-એક્સપ્રેસ અને વી-લોજીસ હેઠળ સિંગલ વિન્ડો ફ્રેઈટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, કાર્ગો એક્સપ્રેસ મુવમેન્ટ અને વેરહાઉસ મેનેજમેન્ટ સેવાઓ અને સોલ્યુશન્સ ઓફર કરે છે. વી-ટ્રાન્સ સંપૂર્ણ આઈટી ડિજિટાઈઝેશન અને 1100 જીપીએસ- સક્ષમ વાહનોના કાફલા સાથે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. 650થી વધુ શાખાઓ સાથે વી-ટ્રાન્સ સફળતાપૂર્વક સમગ્ર દેશમાં તેના ગ્રાહકો સુધી પહોંચવા સક્ષમ છે. કંપનીએ આ વર્ષે તેની કામગીરીના 60 વર્ષ પૂરા કર્યા છે.
યુબીએસ ફોરમ્સ દ્વારા આયોજિત ફ્યુચર લીડર્સ ઍવોર્ડ્સ, તેમના વિશિષ્ટ યોગદાન, શક્તિશાળી નેતૃત્વ ક્ષમતા અને સફળ વ્યવસાય ચલાવવામાં મૂલ્યવાન અંતદૃષ્ટિ માટે બિઝનેસ લીડર્સને ઓળખી કાઢે છે. યુબીએસ ફોરમ્સ આ એવોર્ડ્સ મારફત વ્યક્તિગત અને ઉદ્યોગ માટે પરિવર્તનશીલ નેતૃત્વ બનાવવા અને લાવવાનું લક્ષ્ય ધરાવે છે.