જો જો ભૂલમાં એવું ના માની બેસતા કે મલેશિયામાં માત્ર ટાપુઓ અને દરીયાકીનારો જ માણવા માટે છે. આજે આપણે ત્યાના અન્ય સ્થળો વિષે જાણીશું. સૌથી પહેલા આપણે વાત કરીશું વિશાળ વિવિધ સંસ્કૃતિના ધામ સમાન ત્યાનું પાટનગર KUALALUMPUR. જેને આપણે KL ના નામથી ઓળખીએ છીએ. દરેક લોકો માટે અહી કોઈ ને કોઈ પ્રકારની રસપ્રદ પ્રવૃત્તિ મળી રહે છે. વળી આ અહીનું સૌથી મોટું શહેર છે. સુંદર આર્કિટેક્ચર, એથનિક વાનગીઓ અને બીજું ઘણું.CNN દ્વારા આ શહેરને શોપિંગ માટેનું દુનિયાનું ચોથા નંબરનું શહેર ગણાવ્યું છે. અહી hoponhopoff બસમાં બેસી તમે આખા શહેરની મજા માણી શકો. સૌથી પહેલા તો તમે PETRONAS TWIN TOWERS ની મુલાકાત લેજો 577ફૂટની ઉચાઇ આવેલો વિશ્વનો સૌથી ઉંચો ડબલ ડેકર બ્રીજ કેજેનાથી બંને ટાવરને જોડવામાં આવેલા છે. અને ટાવર તો તેનાથી પણ ઊંચા – 1620 ફૂટની ઉચાઇ સાથે જાણે આકાશને આંબવા મથતા હોય તેવું લાગે છે.આ ટાવરો ને બાંધતા સાત વર્ષ લાગ્યા. રાત્રીના ટાવરો રોશનીથી ઝગમગી ઉઠે છે. સ્વાભાવિક છે કે આ ટાવરો એ KL નું પ્રખ્યાત લેન્ડમાર્ક છે.
બીજું જોવાલાયક સ્થાન છે BATU CAVES. આશરે 272 જેટલા અત્યંત સીધા પગથીયા ચડીને જવું પડે છે. ઉપર ત્રણ ચૂનાના પથ્થરોની વિશાળ ગુફાઓ આવેલી છે. જેમાં હિંદુ આર્ટ અને મૂર્તિઓ જોવા મળે છે. અહી વાંદરાઓ ઘણા છે. તેને માટે મગફળી કે કેળા સાથે લઇ જઈ શકાય.એક જુદોજ અનુભવ થાય છે. આગળ જોઈએ તો શહેરની મધ્યમાં આવેલ છે MERDEKASQUARE1957 માં સ્વતંત્ર મલેશિયાનો ઝંડો સૌથી પહેલાં ચોકમાં ફરકાવવામાં આવેલો. આમતો આ ઘાસ વાળું મેદાન છે, પણ તેની આસપાસ ચારેબાજુ પ્રખ્યાત ઈમારતો આવેલી છે. નેશનલ હિસ્ટ્રી મ્યુઝીયમ, રોયલ ક્લબ મુક્યા છે. શહેરમાં જયારે મેરેથોન થાય છે ત્યારે શરૂઆત અને અંત આ ચોકમાં જ થાય છે. પણ બ્રિટન થી મુક્ત થવાનો આનંદ અહી છુપાયેલો છે.
આ ભરચક શહેરમાં પણ પ્રાકૃતિક સૌન્દર્ય તો સાથેજ છે. KL BirdPark હા, આ ઇકો ટુરિઝમ સાઈટ છે. જ્યાં 200 થી વધારે પ્રકારના 3000 થી પણ વધારે પક્ષીઓ રહે છે. વિશ્વનું સૌથી મોટુ ફ્રી-ફ્લાઈટ પક્ષીઉદ્યાન છે. અહી પક્ષીઓને ગમે ત્યાં ઉડવાની છૂટ છે. માત્ર એક વિભાગ એવો છે કે જ્યાં પક્ષીઓને પાંજરામાં રાખ્યા છે. તેને ફ્રોઝન ઝોન કહેવામાં આવે છે. ચારે બાજુ પક્ષીઓનો કલરવ આપણને કુદરતના સાનિધ્યમાં લઇ જાય છે.
પાછા ચાલો ટાવરની મુલાકાત લેવા ‘મિનારા KL ટાવર’. આ ટાવરના બે હેતુ છે. એકતો કોમ્યુનિકેશન માટે અને બીજી મઝા છે તેની ઉપર આવેલી રિવોલ્વિંગ એટલેકે ફરતી રેસ્ટોરન્ટ. વળી અહીંથી આટલી ઉંચાઈ પરથી KL નો સુંદર નજારો પણ જોવા મળે છે.
ભારતમાં આપણે ઘણી ઇસ્લામિક આર્ટ ની કૃતિઓથી પરિચિત છીએ. પણ તેનો વ્યવસ્થિત સંગ્રહ ખાસ મોટાપાયે જોવા મળતો નથી. અહી આવેલ ઇસ્લામીક આર્ટ મ્યુઝીયમ દક્ષિણ એશિયા નું સૌથી મોટું મ્યુઝીયમ છે. મક્કાની મસ્જિદની હુબહુ પ્રતિકૃતિ થી માંડીને સુંદર ઘરેણાઓ નો સંગ્રહ છે જે 12 ગેલેરીમાં પથરાયેલો છે.
અહી ચીન નીસંસ્કૃતીની ઝલક પણ જોવા મળે છે. તેને માટે તમારે ‘THEAN HOU TEMPLE’ ની મુલાકાત કરવી પડે. દક્ષિણ પૂર્વીય અશિયાનું સૌથી મોટું ચાઇનીઝ મંદિર છે. દર વર્ષે 5000થી વધારે જોડાં અહી લગ્ન ગ્રંથીથી જોડાય છે. અને મંદિરમાં જ લગ્ન નોંધણીની ઓફીસ પણ આવેલી છે. વિચારી જો જો કોઈની ઈચ્છા હોય તો એક પંથ દો કાજ…. મિત્રો આમ KL ની મુસાફરી કરી હવે આપણે આવતા અંકમાં બીજા કેટલાક સ્થળોની મુલાકાત લઈશું.
- નિસ્પૃહા દેસાઈ