* સૂરપત્રીઃ રાગ આહીરભૈરવ *
નમસ્કાર મિત્રો….
આ સપ્તાહનો રાગ છે, રાગ આહીરભૈરવ…
આજના રાગ સ્મરણ થતા કવિવર શ્રી રવીન્દ્રનાથ ઠાકુરની એક સરસ પંક્તિ યાદ આવી. જેનો ઉલ્લેખ એમના મૌક્તિકોના સંગ્રહ તણખલામાં થયેલ છે.
મધુતૃપ્ત મધમાખી પુષ્પ પ્રતિ રુણભાવનું ગુંજન-ગાન છેડે છે, પણ રૂપલબ્ધ પતંગિયું તો માને છે કે પોતે ફુલને કૃતાર્થ કર્યું છે.
Beep sip honey from flowers and hum their thanks when they leave. The gaudy butterfly is sure that the flowers owe thanks to him.
સુરમધુર રાત્રી બાદ જ્યારે પ્રાતઃ કાળે પ્રકૃતિ પોતાની નૈસર્ગિક પ્રક્રિયામાં હોય ત્યારે વાતાવરણમાં કઇંક અલગજ તાજગી અનુભવાય છે. આહીરભૈરવ રાગ આવાજ કઇંક આહલાદક અનુભવોને રજૂ કરતો રાગ છે.
જોકે આપણે અગાઉના રાગ વિશેના આર્ટિકલમાં ઉલ્લેખ થયેલો છે એ મુજબ દરેક રાગ પોતાની એક પ્રકૃતિ ધરાવતો હોય છે. ઉપરોક્ત રાગ એ સ્થિર પ્રકૃતિનો અને ગંભીર રાગ છે. ઉપરોક્ત રાગ અંતર્ગત જે કૃતિઓનું સર્જન થયું છે એ પૈકી ઘણી રચનાઓ અવિસ્મરણીય જ છે.
ફિલ્મ અનપઢનું ગીત જે લતાજીના કંઠે ગવાયેલુ અને મદનમોહનજી દ્વારા સ્વરબદ્ધ થયેલું ગીત હૈ ઇસીમે પ્યાર કઈ આબરૂ, વો જફા કરે મૈં વફા કરું તેમજ અન્ય એક ખૂબ જાણીતી કૃતિ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનું ગીત જેને ઇસ્માઇલ દરબારે સ્વરબદ્ધ કર્યું છે તથા કવિતા ક્રિષ્નમૂર્તિ અને ઉસ્તાદ સુલ્તાન ખાંએ ગાયેલું ગીત અલબેલા સજન આયો રી પણ ઉપરોકત રાગ બેઇઝડ રચના છે.
તદુપરાંત, ફિલ્મ ઉલઝનનું ગીત જે કિશોરદા એ ગાયેલું છે અને હજી પણ યુવાનોને અતિપ્રિય એવું ગીત અપને જીવન કઈ ઉલઝન કો કૈસે મૈ સુલઝાઉં તથા ફિલ્મ ઈમાનદારનું ગીત જે પ્રકાશ મહેરા/ઇન્દિવરે લખેલું છે તથા કલ્યાણજી -આણંદજી એ સ્વરબદ્ધ કરેલું છે સાથે સુરેશ વાડેકર અને અને આશાજીના કંઠે ગવાયેલુ ઔર ઇસ દિલ મૈં કયા રખા હૈ, તેરા હી નામ પણ રાગ આહીરભૈરવ બેઇઝડ રચના છે.
અન્ય સર્જન માં, ફિલ્મ દિલ ને પુકારાનું ગીત જે સદૈવ કર્ણપિય રહેલું છે. ઇન્દિવરના શબ્દો સાથે કલ્યાણજી-આણંદજી એ સ્વરબદ્ધ કરેલું અને મુકેશના કંઠે ગવાયેલુ વક્ત કરતા જો વફા આપ હમારે હોતે, હમ ભી ઓરો કી તરાહ આપકો પ્યારે હોતે તેમજ રાગ આહીરભૈરવની ઉત્કૃષ્ટ રચનાઓ પૈકીનું એક ગીત જે, શૈલેન્દ્રના શબ્દો સાથે નૌશાદ દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે અને મન્નાડેના અદ્ભૂત કંઠે ગવાયેલુ ફિલ દો આંખે બારહ હાથની કૃતિ પૂછો ના કૈસે મૈને રેન બીતાઈ પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે.
મિત્રો, સર્જક જ્યારે પોતાનું સર્જન કરતો હોય છે ત્યારે પોતાના અનુભવો, સંવેદનાઓ, ભાવો, બધુજ કલમ, સૂર, સંગીત વાટે ઠાલવતો હોય છે. આપણને સદૈવ અવિસ્મરણીય/કર્ણપ્રિય રહેલા ગીતો સાંભળીએ ત્યારે એ કૃતિઓ જે રાગ અંતર્ગત સર્જાયેલી હોય એ સાંભળીને ભારતીય સંગીત પર નિઃસંદેહ ગર્વ જ અનુભવાય છે.
અન્ય કૃતિઓમાં, ફિલ્મ એક દુજે કે લિયેનું ગીત જે, આનંદ બક્ષીની કલમે લખાયેલું તથા લક્ષ્મીકાંત પ્યારેલાલ દ્વારા સ્વરબદ્ધ કરાયેલું અને લતા જી તથા અનુપ જલોટાના કંઠે ગવાયેલુ સોલાહ બરસ કી બાલી ઉંમર કો સલામ તથા ફિલ્મ બેનામનું એક ગીત જે નરેન્દ્ર ચંચલ દ્વારા ગવાયેલુ છે. યારા ઓ યારા, ઇસ્ક ને મારા, હો ગયા મૈ તો પણ ઉપરોક્ત રાગ બેઇઝડ કૃતિ છે.
ગુજરાતી સાહિત્યજગતના જાણીતા ગઝલકાર ચિનુ મોદીની એક ગઝલ ક્યાંક તું છે, ક્યાંક હું છું જે ગાયક બંસરી યોગેન્દ્ર એ ગાયેલી છે એ ઉપરોક્ત રાગનું સ્પષ્ટ ઉદાહરણ છે તથા આસિત દેસાઈ દ્વારા કમ્પોઝ કરાયેલું અને ગવાયેલુ એક ભજન તમે હવે કર ધારો પ્રીતમ, આ મારો એકતારો પણ ઉપરોક્ત રાગ બેઇઝડ કૃતિ છે.
આરોહ:- સા રે (કોમળ) ગ મ પ ધ
નિ (કોમળ) સા
અવરોહ:- સા નિ (કોમળ) ધ પ મ
ગ રે (કોમળ) સા
વાદી:- ધ. સંવાદી:- ગ
જાતિ:- સંપૂર્ણ. થાટ:- ભૈરવ
સમય:- પ્રાતઃકાળ
ચાલો મિત્રો, રાગ આહીરભૈરવ ની એક મસ્તમજાની કૃતિ સાંભળીએ…..
કોલમિસ્ટ:- મૌલિક સી. જોશી.
फिल्मः बेनाम (1974)
गायक/गायिकाः नरेंद्र चंचल
संगीतकारः आर. डी. बर्मन
गीतकारः मज़रूह सुल्तानपुरी
कलाकारः अमिताभ बच्चन, मौसमी चटर्जी
ओ ओ ओ …
यारा ओ यारा
यारा ओ यारा इश्क़ ने मारा
हो गया मैं तो तुझ में तमाम
दे रहें सब मुझे तेरा नाम
( मैं बेनाम हो गया )-2
तेरी अदाएं तेरा ही जलवा
कैसी ये कलियां कैसी बहार
अब दिल तो मेरा तेरा नगर है
ये मेरी अंखियां हैं तेरे द्वार
अब मैं कहां हूं सब तू ही तू है
मेरा मन मेरा तन मेरा नाम
( मैं बेनाम हो गया )-2
काजल धुल जाये आंसूं से
और रंग धुले पानी से
रंग चढ़ाया मैंने
मिलकर उस दिलबरजानी से
सूरत मेरी रूप है उसका
बन गया बन गया मेरा काम
( मैं बेनाम हो गया )-2