અમદાવાદ: ટ્રાન્ઝિયન ઇન્ડિયાની પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનોએ તહેવારોની ચમકમાં વધારો કરતાં પોતાના લોકપ્રિય કેમોન પોર્ટફોલિયો હેઠળ મેક ઇન ઇન્ડિયા સ્માર્ટફોનની નવી રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ટેકનોએ પોતાના ડીએનએ પ્રમાણે સુપરલેટિવ કેમેરા કેન્દ્રિત સ્માર્ટફોનને નવીન વિશેષતાઓ સાથે નવા સ્માર્ટફોન કેમોન iAIR2+, કેમોન i2 અને કેમોન i2X લોન્ચ કર્યાં છે, જેની કિંમત અનુક્રમે રૂ. ૮૯૯૯, રૂ. ૧૦૪૯૯ અને રૂ. ૧૨,૪૯૯ છે.
બ્રાન્ડના ‘એક્સપેક્ટ મોર’ના ખ્યાલ સાથે આગળ વધતાં ટેકનોએ આ લોન્ચ સાથે ફરીથી સ્માર્ટફોન કેમેરાને પુનઃવ્યાખ્યાયિત કર્યાં છે અને મીડ-રેન્જ સેગમેન્ટમાં બેસ્ટ-ઇન-ક્લાસ વિશેષતાઓ રજૂ કરી છે, જે ભારતમાં અગ્રણી કેમેરા-સેન્ટ્રીક સ્માર્ટફોન કંપની તરીકે કંપનીની સ્થિતિને વધુ મજબૂત કરે છે. નવા લોન્ચ થયેલા સ્માર્ટફોન્સ ૨૬મી સપ્ટેમ્બરથી ૩૫૦૦૦થી વધુ ઓફલાઇન રિટેઇલ સ્ટોર્સ ઉપર વેચાણ માટે ઉપલબ્ધ બનશે.
બ્રાન્ડે પોતાના લોકપ્રિય કેમોન પોર્ટફોલિયો સાથે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય માર્કેટમાં ઝંપલાવ્યું હતું તથા તેણે ભારતમાં ટેકનોની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી છે તેમજ બ્રાન્ડને ત્રિમાસિક ધોરણે ૭૪ ટકાની વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. (સ્રોતઃ કાઉન્ટરપોઇન્ટનો બીજા ત્રિમાસિકગાળાનો અહેવાલ)
આ સફળતા અંગે પ્રતિક્રિયા આપતાં ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીએમઓ ગૌરવ ટિક્કૂએ જણાવ્યું હતું કે, “ટેકનો ખાતે અમારું લક્ષ્ય બેસ્ટ એની લાઇટ ફોટોગ્રાફી રજૂ કરવાનો તથા ગ્રાહકોને સારો સેલ્ફી અનુભવ પ્રદાન કરવાનો છે. અમે અમારા ગ્રાહકો તરફથી મળેલા પ્રેમ અને સહયોગથી આદર અનુભવીએ છીએ તથા કેમેરા-સેન્ટ્રીક સ્માર્ટફોન બાબતે અમારી પોતાની જાતને પડકારવા માટે પ્રતિબદ્ધ છીએ. ટેકનોન નવી સિરિઝની પ્રત્યેક ઓફરિંગ ગ્રાહકના પોકેટ ઉપર કોઇપણ પ્રકારનો બોજા પેદા કર્યાં વિના વધુ ડિલિવર કરવા સજ્જ છે.”
તેમણે ઉમેર્યું હતું કે, આ નવો પોર્ટફોલિયો યુઝર્સ અદ્યતન એઆઇ કેમેરા વિશેષતાઓ સાથે જે યાદગાર ક્ષણો કેપ્ચર કરવાં ઇચ્છે છે તે કરવા સક્ષમ બનશે. નવી રેન્જમાં એઆઇ અલ્ગોરિઝમ અગાઉના પોર્ટફોલિયોની તુલનામાં નોંધપાત્ર સુધારા સાથે ઉપલબ્ધ છે, જે ૨૯૮ ફેશિયલ પોઇન્ટ્સને સ્કેન કરી શકે છે. આ લોન્ચ સાથે અમે અમારી કામગીરીમાં વધુ એક મોટું કદમ ભરી રહ્યાં છીએ અને અમને વિશ્વાસ છે કે નવી લાઇન-અપ અલગ તરી આવશે. આ ઉપરાંત અમે ટૂંક સમયમાં અમારા ફ્લેગશીપ સાથે ડબલ ઉજવણી કરીશું. આ નવા લોન્ચ સાથે અમે અમારા ગ્રાહક કેન્દ્રિત વલણને વળગી રહેવાની અમારી પ્રતિબદ્ધતા અને મીડ-બજેટ સેગમેન્ટમાં પ્રીમિયમ કેમેરા ફીચર્સ સાથે ૬.૨ ઇંચની સુપર બિગ સ્ક્રીન, ૧૯:૯ નોચ સુપર ફુલવ્યૂ ડિસ્પ્સે જેવી વિશેષતાઓ સાથે અમારા ગ્રાહકોની મલ્ટી મીડિયા પીન પોઇન્ટ્સને પૂર્ણ કરીશું. બેટરીની લાંબી આવરદા સાથે યુઝર ખુબજ સરળ અનુભવ હાંસલ કરી શકશે.
ટેકનોને કેમેરા સેન્ટ્રિક સ્માર્ટફોન બ્રાન્ડ બનાવતી વિશેષતાઓઃ
એઆઇ પાવર્ડ કેમેરાઃ આ ત્રણ સ્માર્ટફોન પ્રીમિયમ ટ્વીન કેમેરા સેટઅપથી સજ્જ છે, જે એફ-૧.૮ અપાર્ચરના ઉપયોગથી ૧૩ એમપી મેઇન રિયર કેમેરા તેમજ એફ-૨.૪ અપાર્ચર સાથે બીજા કેમેરાનું શ્રેષ્ઠ મિશ્રણ છે. સ્માર્ટફોન એઆઇ આધારિત ઓટો સીન ડિટેક્શન (એએસડી)ની વિશેષતા ધરાવે છે, જેનાથી આઉટડોર ફોટોગ્રાફીના અનુભવમાં વધારો કરી શકાય છે. પિક્ચર્સ ખેંચતી વખતે સ્માર્ટફોન આપમેળે લાઇટિંગ કન્ડીશન, બ્રાઇટનેસ વગેરે જેવી સીનની ડિટેઇલ્સને ઓળખે છે તેમજ ૧૦૦૦૦૦ ઇન્ડિયા પ્રોફાઇલ પિક્ચર્સના આધારે ડીપ લર્નિંનગ અલ્ઘોરિધમ દ્વારા બેસ્ટ કેમેરા પેરામીટર મેચ કરીને પરફેક્ટ ફોટો હાંસલ કરવામાં ઉપયોગી બને છે. તે એઆઇ બોકેહ મોડથી સજ્જ છે, જે વસ્તુ અથવા વ્યક્તિની ઓળખ કરે છે તથા તેમને ફોરગ્રાઉન્ડમાં રાખીને બાકીના સીનને બ્લર કરી નાખે છે.
સ્માર્ટફોનના સેલ્ફી કેમેરાના એઆઇ સોફ્ટ લાઇટ યુઝર્સને ઓછા પ્રકાશની સ્થિતિમાં પણ સ્પષ્ટ સેલ્ફી ખેંચવામાં મદદરૂપ બને છે. બીજું, કેમેરા પોટ્રેટ મોડમાં પણ શુટ કરી શકે છે અને બેકગ્રાઉન્ડ ઉપર બોકેહ ઇફેક્ટ એપ્લાય કરીને ફોટોની સુંદરતા વધારે છે. આનાથી ફેસ ઉપર આપમેળે ફોકસ કરી શકાય છે, જ્યારે કે બેકગ્રાઉન્ડ બ્લર થઇ જાય છે. ત્રીજું, એઆઇ આધારિત બ્યુટી મોડ પોતાની જાતે ૨૯૮ ફેશિયલ રેકગ્નિશન સ્પોટ્સને અલ્ગોરિધમ દ્વારા ઓળખે છે. આ માટે ૧૦૦૦૦૦ ઇન્ડિયન હ્યુમન ફેસના વિશાળ ડેટાબેઝને તે ઉપયોગ કરીને ફેશિયલ સ્કીન ટોન અને કલર્સમાં સુધારો કરે છે, જેમકે યુઝર્સની આઇને બ્રાઇટ કરવી, સ્કીનને વધુ સ્મૂધર બનાવવી અને હવે તમારી આઇબ્રો અને બીયર્ડની પણ ટેકનોલોજી દ્વારા સ્પષ્ટ ઓળખ કરી શકાય છે. અંતે, સ્માર્ટફોન એડજેસ્ટેબેલ વિડિયો ચેટ ફ્લેશને સપોર્ટ કરે છે, જેનાથી ઓછા પ્રકાની સ્થિતિમાં પણ સ્પષ્ટ અને બ્રાઇટ વિડિયો કોલ કરવું યુઝર્સ માટે સંભવ બને છે.
ડિઝાઇન અને ડિસ્પ્લે: યુઝર્સની ગેમની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને નવો કેમોન પોર્ટફોલિયો ૬.૨ ઇંચ એચડી+ સ્ક્રીન સાથે ૧૯:૯ સુપર ફુલ વ્યૂ નોચ ડિસ્પ્લે ધરાવે છે, જેનાથી યુઝર એક સાથે વિવિધ કામગીરી કરવા સક્ષમ બને છે અને વધુ સારો વિઝ્યુઅલ અનુભવ પ્રાપ્ત કરી શકે છે. આ વિડિયો જોવા, વાંચવા અને બ્રાઉઝિંગ માટે એકદમ પરફેક્ટ છે. તેના ૫૦૦ નીટ્સ સ્ક્રીન બ્રાઇટનેસ અને ૧૦૦૦:૧ કોન્ટ્રાસ્ટ રેશિયો સનલાઇટમાં પણ બ્રાઇટનેસને સંતુલિત રાખે છે, જેથી વિડિયો જાવાનો અનુભવ બેસ્ટ બને છે. સ્માર્ટફોન બ્લેક કવર સાથે સ્ટાઇલિશ ડિઝાઇન ધરાવે છે, જે અત્યંત આકર્ષક છે. ૨૫.ડી કર્વ્ડ એજિસ, ૮૮ ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો, સ્લીમ બેઝલ્સ અને ૭.૯ એમએમ થીકનેસ સાથે સ્માર્ટફોન એવા ગ્રાહકો માટે આદર્શ ડિવાઇસ બને છે, જે તેમની પર્સનલ સ્ટાઇલને રિફલેક્ટ કરે છે.
એડવાન્સ્ડ પર્ફોર્મન્સઃ ડિવાઇસ ડ્યુઅલ સીમ, ડ્યુઅલ વોલ્ટી સોલ્યુશન્સ પણ ઓફર કરે છે, જેની ઉપર ગ્રાહકો ૪જી વોલ્ટી સેવાઓ બંન્ને સીમ ઉપર વારાફરતી ઉપયોગમાં લઇ શકે છે. આ ઉપરાંત ડિવાઇસ સુપરફાસ્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે, જે અડધી સેકન્ડમાં ડિવાઇસને અનલોક કરવા સક્ષમ છે તથા એઆઇ ફેસ અનલોક એઆઇ અલ્ગોરિધમ દ્વારા ફેશિયલ પોઇન્ટ્સની ઓળખ કરીને ડિવાઇસ અનલોક કરી શકે છે. આ ઉપરાંત તેનો ૩-ઇન-૧ કાર્ડ સ્લાટોમાં તમે ડ્યુઅલ નેનો સીમની સાથે સાથે એસડી કાર્ડ પણ રાખી શકો છે, જે ૧૨૮ જીબી સુધી એક્સપાન્ડેબલ છે.
લાંબી બેરટી આવરદાઃ આ નવા પોર્ટફોલિયો ૩૭૫૦ એમએએચ બેટરીની ક્ષમતા ધરાવે છે, જે યુઝર્સને કોઇપણ અડચણ વિના લાંબા સમય સુધી કન્ટેન્ટ સ્ટ્રીમ કરવા સક્ષમ બનાવે છે. એકવાર સ્માર્ટફોન સંપૂર્ણપણે ચાર્જ થઇ ગયાં બાદ તેને બે દિવસ ઉપયોગમાં લઇ શકાય છે. આ ઉપરાંત બેટરી એઆઇ પાવર મેનેજમેન્ટ ધરાવે છે, જે સ્માર્ટફોનમાં ગ્રાહકની યુસેજ પેટર્નને ટ્રેક કરે છે તથા તેમના ઉપયોગ પ્રમાણે બેટરી લાઇફમાં વધારો પણ કરે છે.
આફ્ટર-સેલ્સ સર્વિસઃ ગ્રાહકોને વધુ સક્ષમ બનાવતા તમામ ટેકનો સ્માર્ટફોન અનોખી ૧૧૧ પ્રોમીસ આપે છે, જે અંતર્ગત તે વર્ષમાં એકવાર સ્ક્રીન રિપ્લેસમેન્ટ, ૧૦૦ દિવસમાં ફ્રી રિપ્લેસમેન્ટ અને ૧ મહિનાની એક્સટેન્ડેડ વોરંટી તમામ ત્રણ ડિવાઇસ ઉપર ઓફર કરે છે. આ ઉપરાંત તે દેશભરમાં ૯૫૦થી વધુ સર્વિસ સેન્ટર્સ દ્વારા ગ્રાહકોને બેસ્ટ આફ્ટર-સેલ્સ સર્વિસ આપવા પ્રતિબદ્ધ છે.