અમદાવાદ: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. આ ગાળા દરમિયાન કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. આ ગાળા દરમિયાન Âસ્થતિ તંગ બની ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોની ટિંગાટોળી કરીને પોલીસે અટકાયત પણ કરી હતી. પથ્થરમારો પણ થયો હતો જેમાં એક પોલીસ કર્મીને ઇજા થઇ હતી. કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ખેડૂતોની દેવામાફી સહિતના મુદ્દાઓને લઇ આજે ગાંધીનગરમાં વિધાનસભા તરફ આગળ વધી તેને ઘેરવાનો પ્રયાસ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યોની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી. વિધાનસભા જતાં અટકાવતાં એક તબક્કે પથ્થરમારો થયો હતો, જેને લઇ પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. પથ્થરમારામાં એક પોલીસકર્મીને માથાંના ભાગે વાગતાં લોહીલુહાણ થયો હતો.
પથ્થરમારામાં અન્ય કર્મીઓને પણ ઈજાઓ થઈ હતી. દરમ્યાન કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત કાર્યકરોની અટકાયત કરાઈ હતી. કોંગ્રેસે વિધાનસભાનો ખેડૂતો અને અન્ય મુદ્દાઓને લઈને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે, સરકારના ઇશારે કોંગ્રેસનો આ પ્રયાસ બળપ્રયોગ કરીને પણ નિષ્ફળ બનાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગી ધારાસભ્યો, ખેડૂતો અને કાર્યકરોએ વિધાનસભા તરફ સત્યાગ્રહ છાવણીથી માર્ચ કરી હતી. જા કે, સાંજે પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોને મુકત કર્યા હતા. ખેડૂતોના પ્રશ્ને આજે ગાંધીનગરમાં વિધાનસભા તરફ માર્ચ કરતાં કોંગ્રેસના કાર્યકરો, ખેડૂતો અને ધારાસભ્યો કરી રહ્યા હતા ત્યારે અચાનક પથ્થરમારો શરૂ થયો હતો. જેમાં કેટલાક પોલીસકર્મી અને માર્ચ કરનાર ઘવાયા હતા. વિઘાનસભાને ઘેરવા જઈ રહેલા કોંગી કાર્યકરો સહિતનાઓની અટકાયત બાદ તેમને પોલીસ વાહનોમાં બેસાડવામાં આવ્યા હતા. કેટલાક કાર્યકરોને પોલીસવાનમાં બેસાડી અટકાયત કરાતાં કોંગી કાર્યકરોએ પોલીસ વાહનોના ટાયરની હવા કાઢી નાંખી હતી.
વિધાનસભા તરફ માર્ચ કરી રહેલા કોંગી પ્રમુખ અમિત ચાવડાને પણ અગમ્ય કારણોસર હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. તેમને કારમાં લઈ જવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા ચોમાસું સત્રનો પ્રારંભ આજે મંગળવારથી થયો હતો. કોંગ્રેસે સત્રના પ્રથમ દિવસે જ ખેડૂત આક્રોશ રેલી તથા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમને પગલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી લઇને વિધાનસભા- સચિવાલય સંકુલમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. બીજી તરફ ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ અને પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ સરકારને ઘેરવા માટે કોંગ્રેસે રણનીતિ તૈયાર કરી છે. સવારે ગાંધીનગર સેક્ટર-૬ ખાતેના મેદાન સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસનું ખેડૂત આક્રોશ સંમેલન યોજાયું હતું. ત્યારબાદ તેઓ રેલી સ્વરૂપે વિધાનસભાના ઘેરવા માટે આગળ વધ્યા હતાં.
બીજીતરફ રેલીને આગળ વધતી અટકાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સત્યાગ્રહ છાવણીથી લઇને ગાંધીનગરના વિવિધ વિસ્તારો તેમજ વિધાનસભા- સચિવાલય સંકુલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યાં હતાં. બીજી તરફ વિધાનસભાનું સત્ર મળ્યું હતું. જેમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી ઉપરાંત અવસાન પામેલા વિધાનસભાના અન્ય ૯ જેટલા પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ગૃહ મુલત્વી રાખવામાં આવ્યું હતું. જા કે, કોંગ્રેસના દેખાવો અને વિધાનસભા ઘેરાવના કાર્યક્રમોને લઇ સમગ્ર દિવસ દરમ્યાન ગાંધીનગરમાં ભારે ઉત્તેજના છવાયેલી રહી હતી, જેને લઇ રાજકારણ ગરમાયું હતું. કોંગી નેતાઓની સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ હાજરી આપી કાર્યક્રમને ઉગ્ર અને આક્રોશપૂર્ણ બનાવ્યો હતો.