નવીદિલ્હી: સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનના નેતૃત્વમાં સંરક્ષણ પ્રાપ્તિ પરિષદ ( ડીએસી) દ્વારા સંરક્ષણ દળો માટે ૯૧૦૦ કરોડના સંરક્ષણ સાધનોની પ્રાપ્તિને આજે લીલીઝંડી આપી હતી. ૯૧૦૦૦ કરોડના મેડ ઇન ઇન ઇન્ડિયા સાધનને લીલીઝંડી આપી દીધી હતી. સ્વદેશીકરણ અને આત્મનિર્ભરના ઉદ્ધેશ્ય સાથે સંરક્ષણ દળો માટે ખરીદીને મંજુરી આપવામાં આવી છે. આકાશ મિસાઇલ સિસ્ટમની બે રેજિમેન્ટ માટે આ મંજુરી આપવામાં આવી છે. ભારત ડાયનામિક્સ લિમિટેડમાંથી બાય (ઇન્ડિયન) કેટેગરી હેઠળ આ મંજુરી આપવામાં આવી છે. ટી ૯૦ ટેન્ક્સ માટે ઇન્ડીવયુડલ અંડર વોટર બ્રેથિગના ડેવલપમેન્ટ અને ડિઝાઇનની પ્રક્રિયાને પણ મંજુરી આપવામાં આવી છે.
અગાઉ સામેલ કરવામાં આવેલી આકાશ મિસાઇલોની અપગ્રેડ આવૃત્તિ તરીકે આ મિસાઇલો હાંસલ કરવામાં આવનાર છે. આ ઉપરાંત ટેકનોલોજીની મદદ પણ મેળવવામાં આવશે. અપગ્રેડ કરવામાં આવેલી આકાશ વેપન સિસ્ટમ ઓપરેશનની દ્રષ્ટિએ ખુબ જ ગંભીર ટેકનોલોજી તરીકે છે. આનાથી ખુબ મહત્વપૂર્ણ સંપત્તિને રક્ષણ પુરુ પાડી શકાશે. ડિન્ડીવ્યુજલ અન્ડર વોટર બ્રેથિવ હેઠળ ટેંકના કર્મચારીઓ ખુબ જ કુશળતાપૂર્વક આગળ વધી શકે છે. આજે મંજુર કરવામાં આવેલી સોદાબાજી મેડ ઇન ઇÂન્ડયા હેઠળ છે. ડીએસી દ્વારા ગાઇડેડ વેપન સિસ્ટમ માટે ટેસ્ટ સાધનોના ડેવલપમેન્ટ અને ડિઝાઈન માટે પણ મંજુરી આપવામાં આવી છે. ટી-૯૦ ટેંકના ગાઇડેડ વેપન સિસ્ટમ માટે ડિઝાઈનને મંજુરી આપવામાં આવી છે જેને લઇને હાલમાં ચર્ચા ચાલી રહી હતી.
આ સાધન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા તૈયાર કરવામાં આવશે. આજેરાફેલ વિમાન સોદાબાજીના મામલામાં પણ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી રહ્યો હતો. આ સંદર્ભમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ડિલ યુપીએના ગાળા દરમિયાન થઇ ન હતી. આ ઉપરાંત યુપીએના ગાળા દરમિયાન એચએએલ અને ડિસોલ્ટની વચ્ચે પ્રોડક્શન ટર્મને લઇને સહમતિ પણ થઇ ન હતી.
આવી સ્થિતિમાં એચએએલ અને રાફેલની સાથે કઇ રીતે કામ કરી શક્યા હોત. એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, એચએએલની સાથે કઈ પાર્ટી ગઈ નથી. કઇ સરકારના સમયગાળામાં આવું થયું હતું. સમગ્ર મામલો એચએએલને નજર અંદાજ કરીને રિલાયન્સને ડિસોલ્ટથી કોન્ટ્રાક્ટ મળવા સાથે સંબંધિત છે. સીતારામને કહ્યું હતું કે, અગાઉની સરકારે આ નિયમ બનાવ્યો હતો કે, ઓફસેટ માટે તેઓ પ્રાઇવેટ અથવા સરકારી કોઇપણ કંપની સાથે જઇ શકે છે. એચએએલને લઇને કોંગ્રેસ પાર્ટીએ જવાબ આપવા જાઇએ.