અમદાવાદ :અમદાવાદ શહેરના ડ્રાઇવઇન રોડ પર હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં આજે બપોરે એકાએક ભીષણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, શ્રીજી ટાવરમાં તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લગભગ ત્રણ કલાકની ભારે જહેમત ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે જણાવ્યું હતું કે, આગનું કોઇ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યુ નથી પરંતુ ટાવરના ભોંયરામાં લાગેલી આગના કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી, સતત પાણીના મારા છતાં આગ કાબૂમાં નહી આવતાં અÂગ્નશામક ફોમનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી અને આખરે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જા કે, આગની આ ભયંકર દુર્ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી, તેથી તંત્રએ રાહતનો દમ લીધો હતો. અમદાવાદ શહેરના ડ્રાઇવઇન રોડ પર હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં આજે બપોરે અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા અને કાળાડિબાંગ જેવા ધુમાડાના જાણે વાદળો નજરે પડયા હતા. વિકરાળ આગને લઇ શ્રીજી ટાવરના રહીશોમાં જબરદસ્ત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં જારદાર નાસભાગ મચી ગઇ હતી. તો, ધુમાડાના દૂર દૂર સુધી ઉંચે ગોટા જાઇને આસપાસના વિસ્તારોને પણ અહીં આગ લાગવાની ભનક લાગી ગઇ હતી. આગની આ દુર્ઘટના અંગે ફાયબ્રિગેડના જાણ કરતાં ૩થી વધુ ફાયર ફાઈટર અને ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ધટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુધ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જા કે, ભોંયરામાં અને ગ્રાઉન્ડ ફલોર સુધી પ્રસરેલી આગની જવાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યાં હોઇ આગનું ચોક્કસ લોકેશન જાણવું ખુદ ફાયરબ્રિગેડના જવાનો માટે પણ કપરું કાર્ય બની રહ્યું હતું.
બીજીબાજુ, શ્રીજી ટાવરની સામે જ હિમાલયા મોલ આવ્યો હોઇ ત્યાં ખરીદી કરવા આવેલા લોકો પણ આગને જાઇ ગભરાઇ ગયા હતા. ભારે ભાગદોડ અને અફરાતફરીના માહોલને લઇ ગુરૂકુળથી હિમાલયા મોલ સુધીનો રસ્તો તંત્ર દ્વારા બંધ કરવાની ફરજ પડી હતી. જેને લઇ ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો શ્રીજી ટાવર પાસે જ મેટ્રોનું કામ પણ ચાલુ છે, તેથી રસ્તા પર ટ્રાફિક ચક્કાજામ અને ભીડભાડ અને નાસભાગના દ્રશ્યો સામાન્ય બન્યા હતા. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આખરે ફાયબ્રિગેડના જવાનોએ આ વિકરાળ આગને કાબૂમાં લઇ લીધી હતી અને તેનું લોકેશન જાણવા મળ્યું હતું કે, બેઝમેન્ટમાં આગ લાગી હતી, જયાં મીટરમાં શોટસર્કીટ થયા બાદ આગ પ્રસરી હોવાનું મનાઇ રહ્યું છે. જા કે, આગની વિકરાળતા એટલી પ્રચંડ હતી કે, પાણીના સતત મારા છતાં તે કાબૂમાં નહી આવતાં ફાયરબ્રિગેડના જવાનોએ છેવટે અગ્નિશામક ફોમનો ઉપયોગ કરી આગને કાબૂમાં લઇ લીધી હતી. જા કે, આગની આ દુર્ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા સ્થાનિક રહીશો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ટાવરમાં ઉપરના માળે ધુમાડામાં ફસાયેલા કેટલાક લોકોને ફાયરબ્રિગેડના જવાનોએ સહીસલામત નીચે ઉતારી લીધા હતા. જેને પગલે મોટી જાનહાનિ ટળી ગઇ હતી.