અમદાવાદ: શિક્ષણ સમિતિ અમદાવાદના પૂર્વ ચેરમેન તેમજ કટારલેખક જગદીશ ભાવસાર લિખિત જનસેવક-જનહિતના સંદેશ પુસ્તક ગુજરાતના ગૌરવ અને ભારતભક્તિમાં રત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૬૯માં જન્મદિવસે ખુલ્લુ મુકવામાં આવશે..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયે-સમયે ઉચ્ચારેલા જીવને પ્રેરક સંદેશ અને જનહિતની યોજનાઓને સાંકળીને આ પુસ્તક તૈયાર કરાયું છે. પુસ્તકમાં ૬૯ વાતોને નોંધવામાં આવી છે.
જગદીશ ભાવસારે આ પુસ્તક ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાયીના ચરણોમાં તેમની પ્રથમ માસિક પુણ્યતિથીએ અર્પણ કર્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ગુજરાત સ્વામિ વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીએ હું વિવેકાનંદ બોલું છું, પંડિત દિનદયાલ ઉપાધ્યાયની ૧૦૦મી જન્મજયંતિ પ્રસંગે હું દિનદયાલ બોલું છું પુસ્તકો રન્નાદે પ્રકાશનથી તેઓના પ્રગટ થયા છે.