અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આદિત્ય બિરલા ગૃપના સાહસ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત સરકાર વચ્ચે રાજ્યમાં ૩પ૦૦ કરોડના અંદાજીત રોકાણથી એલ્યુમિનીયમ એકસટ્રુઝન પ્લાન્ટ અને રિસાયકલીંગ ફેકટરી માટેના એમઓયુ કરવામાં આવ્યા હતા.
હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એલ્યુમિનિયમ એકસટ્રુઝન પ્લાન્ટ માટે બે તબક્કામાં અંદાજિત ર૦૦૦ કરોડનું રોકાણ તેમજ વાર્ષિક ૧.પ૦ લાખ ટન ઉત્પાદન કરવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. એલ્યુમિનિયમ રિસાયકલીંગ ફેકટરી માટે ત્રણ તબક્કે ૧૫૦૦ કરોડના રોકાણ સાથે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલીટી દ્વારા વાર્ષિક ૩ લાખ ટન એલ્યુમિનિયમ રિસાયકલીંગની સંભાવના%