લંડન: ઇંગ્લેન્ડ સામેની વર્તમાન પાંચ ટેસ્ મેચોની શ્રેણી ૪-૧થી ગુમાવી દીધા બાદ ભારતીય ટીમની ચારેબાજુ ભારે ટિકા થઇ રહી છે.સમગ્ર શ્રેણીમાં તમામ ભારતીય બેટ્સમેનોએ કંગાળ રમત રમી હતી. જેના કારણે ચાહકો હતાશ થયેલા છે. ટીમમાં ધરખમ ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે. સાતે સાથે પસંદગીકારો પર પણ દબાણ આવી રહ્યુ છે. ભારતે ઇંગ્લેન્ડની સામે પહેલા વનડે શ્રેણી અને હવે ટેસ્ટ શ્રેણી ગુમાવી દીધી છે. ભારત તરફથી લોકેશ રાહુલ અને યુવા રિશભ પંતે સાહસી સદી ફટકારી હોવા છતાં ભારતને કોઇ મોટી સફળતા હાથ લાગી ન હતી. ઇંગ્લેન્ડની સામે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ જીતવા માટે ભારતને ૪૬૪ રનની જરૂર હતી. જા કે ભારતીય ટીમ ૩૪૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
લોકેશ રાહુલ અને પંતે શાનદાર ઇનિગ્સ રમીને હાર ટાળવા માટેના બનતા તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા હાથ લાગી ન હતી. લોકેશ રાહલે ૨૨૪ બોલમાં ૧૪૯ રન બનાવ્યા હતા. જેમાં ૨૦ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આવી જ રીતે પંતે ૧૪૬ બોલમાં ૧૧૪ રન કર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ફ્લોપ શો સામે દેશના ચાહકો ભારે નારાજ દેખાઇ રહ્યા છે. ખરાબ દેખાવ કરનાર ખેલાડીઓને પડતા મુકવા માટેની માંગ પણ જારદા રીતે ઉઠી છે. બીજી બાજુ ટીમના કોચ રવિ શાસ્ત્રી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સમગ્ર ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો દેખાવ ખુબ નબળો રહ્યો છે. આગામી દિવસોમાં ચાહકોની માંગણને ધ્યાનમાં લઇને ટેસ્ટ ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ટિકાકારો મેદાનમા આવી ગયા છે.
ચાહકોની સાથે સાથે પૂર્વ ખેલાડીઓ પણ ટીમના કગાળ દેખાવથી હેરાન થયેલા છે. મહાન ઓપનિંગ બેટ્સમેન સુનિલ ગાવસકરે ટીમની ટિકા કરતા કહ્યુ છે કે પહેલાના સમયમાં જે સ્થિતી હતી તેવી જ સ્થિતી હાલમાં પણ રહેલી છે. જ્યારે ટેસ્ટ અને વનડે શ્રેણીની શરૂઆત થઇ ત્યારે તમામ ચાહકો માની રહ્યા હતા કે ભારતીય ટીમ જારદાર દેખાવ કરીને ઇંગ્લેન્ડને ક્રિકેટના તમામ સ્વરૂપમા હાર આપશે પરંતુ આ બાબ શક્ય બની શકી નથી. પહેલા વનડે શ્રેણીમા અને હવે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ઓવલ ટેસ્ટમા ભારતીય ટીમનો ફરી એકવાર પ્લોપ શો રહ્યો હતો. ટીમમાં અનેક સ્ટાર ખેલાડી હોવા છતાં તમામ ખેલાડી ઇંગ્લેન્ડના ઝડપી બોલર સામે મેદાનમાં ઉભા રહેવામાં નિષ્ફળ રહ્યા હતા.
ચાહકો માની રહ્યા છે કે જે ખેલાડી ખરાબ ફોર્મને છે તેમને બહારના રસ્તા બતાવી દેવા જાઇએ. બીજી બાજુ ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ સંપૂર્ણ શિસ્ત સાથે રમ્યા હતા. જેના કારણે પહેલા વનડે શ્રેણીમાં અને હવે ટેસ્ટ શ્રેણીમાં તેમની જીત થઇ છે. ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડરના બેટ્મેનોએ હમેંશા ઉપયોગી બેટંગ કરી હતી. જયારે પણ જરૂર પડી ત્યારે પુછડિયા બેટ્સમેનોએ પણ ભારતીય બોલરોને મુશ્કેલીમાં મુક્યા હતા. અને ઉપયોગી રન બનાવ્યા હતા. જેથી ભારત પર દબાણ વધ્યુ હતુ. ટીમની હાર બાદ બોલરોમાં પણ ફેરફાર કરવાની જરૂર દેખાઇ રહી છે. બોલરો ઇંગ્લેન્ડના પુછડિયા બેટ્સમેનોને નિર્ણાયક સમય પર આઉટ કરી શક્યા ન હતા.