અમદાવાદઃ રિલાયન્સ એડીએ ગ્રૂપની કંપની અને ભારતમાં એકમાત્ર એન્ડ-ટૂ-એન્ડ આઇઓટી સર્વિસ પ્રોવાઇડર અનલિમિટેડે સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) સાથે જોડાણ કરવાની જાહેરાત કરી હતી. આ જોડાણ વિસ્તૃત ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) સોલ્યુશન્સ અને સેવાઓ ભારતભરમાં એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને પૂરી પાડશે.
આ ભાગીદારી મારફતે અનલિમિટેડ બીએસએનએલનાં વિસ્તૃત અને સાતત્યપૂર્ણ વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરીને એનાં સોલ્યુશન અને સેવાઓ ઉદ્યોગોને પૂરી પાડશે. આ સોલ્યુશન્સ અને સેવાઓમાં મેનેજ કનેક્ટિવિટી, એપ્લિકેશન અનેબલિંગ પ્લેટફોર્મ અને ડિવાઇઝ મેનેજમેન્ટ તથા આધુનિક એનાલીટિક્સ સામેલ છે. બીએસએનએલ ભારતનાં આઇઓટી બજારમાં એની કામગીરી મજબૂત કરશે અને ગ્રાહકોનાં બિઝનેસ મોડલને ડિજિટલ બનાવશે.
બીએસએનએલનાં સીએમડી અનુપમ શ્રીવાસ્તવા કહ્યું હતું કે, “અમને અનલિમિટ સાથે જોડાણ કરવાની ખુશી છે, જે દેશભરમાં એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને વિસ્તૃત અને કસ્ટમાઇઝ આઇઓટી સોલ્યુશન પ્રદાન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ભારતભરમાં કવરેજ, લાસ્ટ માઇલ નેટવર્ક એક્સેસ અને બેન્ડવિડ્થ સાથે અનલિમિટેડની વિવિધ સેવાઓ સાથે અમે ઉદ્યોગોને તેમની નવીનતા અને ડિજિટલ પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈશું. સંયુક્તપણે અમે ઉદ્યોગોને આઇઓટી સોલ્યુશન્સ સ્વીકારવામાં મદદ કરીશું, જે તેમને વધુ સ્પર્ધાત્મક, પરિવર્તનકારક અને ઝડપી બનાવવામાં સહાયક બનશે.”
બીએસએનલની કનેક્ટિવિટી ખાસ કરીને ગ્રામીણ ભારતમાં અનલિમિટને ભારતનાં ઉદ્યોગ બજાર સુધી પહોંચવામાં મદદરૂપ થશે, જે ઓટોમોબાઇલ, ડિજિટલ ઉત્પાદન, પરિવહન, લોજિસ્ટિક્સ, સરકારી ક્ષેત્રની કંપનીઓ અને કૃષિ જેવા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીએસએનલ કનેક્ટિવિટી સાથે અનલિમિટેડ સોલ્યુશન્સ બજારમાં ઉપલબ્ધ છે.
અનલિમિટનાં સીઇઓ યર્ગેન હેઝે કહ્યું હતું કે, “અમને બીએસએનએલ સાથે જોડાણ કરવાની અને ભારતમાં ગ્રાહકોને તેમનાં વૈશ્વિક કક્ષાનાં જોડાણ મારફતે અમારાં સોલ્યુશન ઓફર કરવાની ખુશી છે. હાલની હાયપર-કનેક્ટેડ દુનિયામાં આ જોડાણ મહત્તમ પહોંચ અને નવીનતા માટે આવશ્યક છે. અમને ખાતરી છે કે, બીએસએનએલ સાથે જોડાણમાં અમે ઉદ્યોગની જરૂરિયાતો યોગ્ય રીતે પૂર્ણ કરી શકીશું. બીએસએનએલની કનેક્ટિવિટી ઉપરાંત અમે અમારી સેવાઓ અને ક્ષમતાઓ વધારીશું, જેથી ભારતમાં આઇઓટી પ્રોજેક્ટને વધારવામાં મદદ મળશે અને ગ્રામીણ સમાજનાં ડિજિટાઇઝેશનમાં નોંધપાત્ર વધારો થશે.”
વર્ષ 2016માં લોંચ થયેલ અનલિમિટ એનાં ગ્રાહકોને વિશિષ્ટ વાતાવરણ પૂરું પાડવામાં ઉત્કૃષ્ટતા ધરાવે છે, જે કંપનીને ઊંચી વૃદ્ધિ સાથે રિટેલ બજારમાં આઇઓટી સોલ્યુશન વિકસાવવાની તક પ્રદાન કરે છે.