તા.28 ડિસેમ્બર, 17નાં રોજ અમદાવાદ ખાતે એક એનજીએ મીટ યોજાઈ. આ મીટ કર્મા ફાઉન્ડેશને આયોજિત કરી હતી. આ સંમેલન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં ચાલતી અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓને એક મંચ પર લાવીને સહીયારા સાથ મેળવીને સમાજ માટે કંઈક મદદરૃપ થવાનો હતો. આ મીટમાં લગભગ 60 જેટલી એનજીઓએ ભાગ લીધો હતો. તેમાં મહિલાઓ માટે, બાળકો માટે, દર્દીઓ માટે, અવેરનેસ ફેલાવવા, શૈક્ષણિક કાર્ય જેવા વિવિધ કાર્ય માટે કામ કરતી સંસ્થાઓ હાજર રહી હતી.
કર્મા ફાઉન્ડેશનનાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચિરંજીવ પટેલે જણાવ્યું કે દરેક સંસ્થા પોતાની રીતે સમાજ માટે સારા કાર્યો કરે છે પરંતુ એક સંસ્થા કોઈ ચોક્કસ જગ્યાએ લોકોની મદદ કરે અને તે જ કાર્ય વધુ વ્યક્તિઓ સાથે મળીને કરે તો વધારે લોકોનું ભલુ થઈ શકે. તદઉપરાંત દરેક એનજીઓને અન્ય બીજી એનજીઓનો સહકાર અને સાથ મળી રહે તે માટે સંગઠન જરૃરી છે. પ્રયોજન બાદ એક એપ્લીકેશન પણ બનાવવાની વાત કરવામાં આવી. જેથી એકબીજાનાં સંપર્કમાં રહી શકાય અને એકબીજાના કાર્યોમાં મદદરૃપ થઈ શકે.