અમદાવાદ :દેવાધિદેવ મહાદેવના પવિત્ર એવા શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ હોઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયોમાં લઘુરૂદ્ર, શિવતાંડવસ્તોત્ર, શિવમહિમ્નસ્તોત્ર, મહામૃત્યુંજય મંત્રજાપ સહિતની શિવપૂજા અને હોમ-હવનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું., શહેર સહિત રાજયભરના શિવાલયો ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, જય શિવ શંભુના નાદથી ગુંજી ઉઠયા હતા. શ્રાવણ માસના આજના છેલ્લા દિવસે ભોળાનાથની ભકિત-પૂજા માટે શિવભકતોએ ભારે પડાપડી કરી હતી. તો, આદિ જયોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ અને નાગેશ્વર મહાદેવના યાત્રાધામોમાં તો લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. શહેરના ગુરૂકુળ રોડ પર સુભાષચોક ખાતે ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા આજે ભીડભંજન મહાદેવનું વિશેષ પૂજન, લઘુરૂદ્ર અને હોમ-હવનનું આયોજન કરાયું હતું, જેમાં મેમનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સ્થાનિક નેતા કમલેશભાઇ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો લઘુરૂદ્ર હવન અને વિશેષ પૂજામાં જાડાયા હતા.
સાંજે આમંત્રિત બ્રાહ્મણો અને સંતો માટે ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણી અમાસનો આજનો દિવસ પિતૃઓની ઉપાસના માટેનો પણ મહત્વનો દિવસ હોવાથી પિતૃઓની ખાસ ઉપાસના-સેવા, પૂજા કરવામાં આવી હતી. શા†ોમાં શ્રાવણી અમાસનું સવિશેષ મહત્વ છે. આ દિવસે શિવ-પાર્થેશ્વર પૂજનની પૂર્ણાહુતિ થતી હોય છે. ‘
શહેર સહિત રાજયભરના શિવાલયોમાં આજે શ્રાવણી અમાસને લઇ વિશેષ શિવપૂજા, લુઘુરૂદ્ર, હોમ-હવન અને પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ગુરૂકુળ રોડ પર સુભાષચોક ખાતે ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા આજે ભીડભંજન મહાદેવનું વિશેષ પૂજન, લઘુરૂદ્ર અને હોમ-હવનનું આયોજન કરાયું હતું, જેમાં મેમનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સ્થાનિક નેતા કમલેશભાઇ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો લઘુરૂદ્ર હવન અને વિશેષ પૂજામાં જાડાયા હતા. આમંત્રિત બ્રાહ્મણો અને પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ શા†ોકત વિધિ સાથે લઘુરૂદ્ર હવન સંપન્ન કરાયો હતો, સાંજે ૪-૩૦થી ૫-૦૦વાગ્યાની આસપાસ શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ થઇ હતી, ત્યારબાદ સાંજે આમંત્રિત બ્રાહ્મણો, પંડિતો અને સંતો માટે ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જ પ્રકારે શહેરના સારંગપુર કર્ણમુકતેશ્વર મહાદેવ, રખિયાલના ચકુડીયા મહાદેવ, રાયપુરના ચકલેશ્વર મહાદેવ, સાયન્સસીટી રોડ પરના અષ્ટમંગલ મહાદેવ, થલતેજ કૈલાશટેકરીના મહાદેવ, ભુલાભાઇ પાર્ક ગંગનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં ભોળાનાથની ભકિત-પૂજા, દૂધ-જળ, ધાન્ય સહિતના દ્રવ્યોના અભિષેક માટે શિવભકતોએ ખૂબ મોટી સંખ્યામાં પડાપડી કરી હતી. આજે સમગ્ર દિવસ દરમ્યાન શહેર સહિત રાજયભરના શિવાલયોમાં લઘુરૂદ્ર હવન, શિવમહિમ્નસ્તોત્ર, મહામૃત્યુંજય જાપ સહિતની પૂજા અને આયોજન કરવામાં આવ્યા હતા. શ્રાવણમાસના આજના છેલ્લા દિવસે શિવભકતોએ ભોળાનાથને રીઝવવાના ભકિતસભર પ્રયાસો કર્યા હતા, જેને લઇ રાજયભરના શિવાલયો ઓમ નમઃ શિવાય સહિતના ભકિતનાદથી ગુંજી ઉઠયા હતા. તો, યાત્રાધામ સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ સહિતના તીર્થધામોમાં પણ દેવાધિદેવના દર્શનાર્થે લાખો શ્રધ્ધાળુ ભકતો ઉમટયા હતા.