અમરેલીઃ દર મહિનાના પ્રથમ શનિવારે લાઠી પ્રાંત કચેરીમાં ખાતે સંકલન ફરિયાદ સમિતિનું આયોજન કરવામાં આવે છે, આ સંદર્ભે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે લાઠી પ્રાંત કચેરીમાં ખાતે પ્રાંત અધિકારી, તાલુકા પોલીસ વડા, તાલુકા વિદ્યુત બોર્ડના વડા, મામલતદાર, નાયબ મામલતદાર, તેમજ તાલુકા વિકાસ અધિકારી, જેવા તાલુકાના તમામ મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતમાં સંકલન ફરિયાદ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના ગામડાઓને લગતા તમામ સવાલો અને દુવિધાઓનું નિવારણ કરાઈ છે.
૧ સપ્ટેમ્બરના રોજ મળેલ સંકલન ફરિયાદ સમિતિમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર અને તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા દ્વારા પૂરતા રેશન આપવા તેમજ ખેડૂતોને પૂરતી વીજળી આપવા માંગ કરાયેલ હતી.