મુંબઈ: ડોલર સામે રૂપિયો આજે તીવ્ર દબાણ હેઠળ રહ્યો હતો. કારોબારના અંતે રૂપિયો ૪૯ પૈસા ઘટીને બંધ રહેતા ખળભળાટ મચી ગયો હતો. ડોલર સામે રૂપિયો ઘટીને ૭૦.૫૯ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી ડોલર માટેની જોરદાર માંગણી જાવા મળી હતી. ડોલર માટેની માંગણી બેંકો અને આયાતકારો તરફથી અવિરત રહી હતી. બેંકો અને આયાતકારો તરફથી ડોલર માટેની માંગણી અકબંધ રહી હતી. ઓઇલ રિફાઈનરી માટેની માંગ અકબંધ રહી હતી. ક્રૂડ ઓઇલની ઉંચી કિંમત જાવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો અકબંધ રહ્યો છે.
જાણકાર લોકોનું કહેવું છે કે, આયાતકારો તરફથી મહિનાના અંતમાં ડોલર તરફથી અવિરત માંગ જાવા મળે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ છેલ્લા કેટલાક સેશનમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધારો થઇ રહ્યો છે. આના પરિણામ સ્વરુપે રૂપિયા ઉપર દબાણ આવી રહ્યું છે. ભારતના જીડીપીના આંકડા અને ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. રૂપિયા માટેની નજીકની ટર્મ રેન્જ ૭૦.૨૦ સુધી રહી શકે છે. ડોલર આજે મજબૂત થયો હતો. અમેરિકા-મેક્સિકો વેપાર સમજૂતિના પરિણામ સ્વરુપે રાહત થઇ છે.
અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લઇને ખેંચતાણનો હાલમાં અંત આવે તેવા કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. વેપાર ડેફિસિટમાં તીવ્ર વધારો થતાં રૂપિયા પર તેની અસર થઇ છે. સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં બે દિવસથી ચાલતી તેજી પર આજે બ્રેક મુકાઈ હતી. ઇન્ડેક્સ હેવીવેઇટમાં પ્રોફિટ બુકિંગની સ્થિતિ જોવા મળી હતી. રિલાયન્સ, એચડીએફસી અને ઇન્ફોસીસ સહિતના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. સેંસેક્સમાં આજે ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ આજે ૧૭૪ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો.