હોંગકોંગ ના કેટલાક સ્થળની વાત આપણે પહેલા કરી હવે થોડી વાત કરીએ તેના મ્યુઝીયમ વિષે. તો તેમાં સૌથી વધુ આકર્ષણ નું સ્થાન હોય તો તે છે “MADAM TUSSAUD ’SMUSEUM” PEAK TOWERની મુલાકાત વખતે જ અહી પણ મુલાકાત લેવા જેવી છે. એશિયાનું સૌથી પહેલું MADAM TUSSAUD નું મ્યુઝીયમ છે. લગભગ 100 જેટલા મીણના પુતળાઓ આવેલા છે. જેમાં અમિતાભ બચ્ચન, માઈકલ જેક્સન, મેડોના, બ્રુસ લી, એલીઝાબેથ ટેઈલર વગેરે અનેક વિશ્વ પ્રસિદ્ધ હસ્તીઓના આબેહુબ પુતળાઓ પણ આવેલા છે. કેટલાક સ્થાનીય પ્રસિદ્ધ વ્યક્તિઓના પણ પુતળા મુક્યા છે. તેમની સાથે ફોટો પાડવાની મજા માણી શકો છો.
દરેક દેશમાં ત્યાની ઐતિહાસિક યાદગીરી હોવી જરૂરી છે. અહી પણ ‘હોંગકોંગ મ્યુઝીયમ ઓફ હિસ્ટ્રી’ અને તેની બરાબર બાજુમાં ‘હોંગકોંગ સાયન્સ મ્યુઝીયમ’ આવેલાં છે. બંનેનો અભ્યાસ કરવાથી ત્યાની સંસ્કૃતિક, ભૌગોલિક સ્થિતિ,રાજકીય ઈતિહાસ, કુદરતી સમૃદ્ધિ, સ્થાપત્ય, વિજ્ઞાન, પુરાતત્વ આમ બધાંજ પાસાઓની માહિતી મળી જશે.
આધુનિક યુગમાં અવકાશ વિજ્ઞાનમાં આગળ વધેલા ચીનમાં સ્પેઇસ મ્યુઝીયમ ના હોય તે શક્ય નથી. 1980માં આ મ્યુઝીયમ લોકો માટે ખુલ્લું મુકાયું. તેમાં HK$ 3,050,000 ના ખર્ચે સાધનો વસાવ્યા જેમાં પ્લેનેટોરીયમનો પણ સમાવેશ થયેલો છે. 8000 ચો મીટરનું વિશાળ પ્લેનેટોરીયમ ડોમ( ગુમ્બચ) હોંગકોંગનું એક પ્રખ્યાત મુખ્ય લેન્ડમાર્ક છે.
આવુ જ એક બીજું પ્રસિદ્ધ લેન્ડ માર્ક એટલે હોંગકોંગના KOWLOON ટાપુની દક્ષિણી કિનારે આવેલ કલોક ટાવર. તેને ‘TSIM SHA TSUI CLOCK TOWER’ કહેવામાં આવે છે. આ ટાવર લાલ ઈટો અને ગ્રેનાઈટના પથ્થરોથી બાંધવામાં આવેલ છે.તેની કુલ ઉંચાઇ 44 મીટરની અને ઉપર 7મીટરનો લાઈટનો થાંભલો. આમ તે કુલ 51 મીટરની ઉચાઇ ધરાવે છે. ટાવરમાં ઉપર જવા માટે લાકડાની સીડી છે. અને લોકો તેની મુલાકાત કરી શકે છે. જુના Kowloon સ્ટેશનની એક માત્ર યાદગીરી એટલે આ ટાવર.1990માં તેને મોન્યુમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો. વિક્ટોરિયા હાર્બરની નજીકમાં જ આ અવેલો છે.
આવીજ એક બીજી જગપ્રસિદ્ધ જગ્યા એટલે ‘TSING MA BRIDGE’ અત્યારે દુનિયાનો 9માં નંબરનો લાંબો ઝૂલતો પુલ છે. જયારે બન્યો ત્યારે તેની લંબાઈ બીજા નંબર પર હતી. તે જે બે ટાપુઓ ને જોડે છે તે ટાપુઓના નામ ઉપરથી પુલનું નામ આપ્યું છે.’TsingYi’ અને ‘MaWan’ આ નામના બે ટાપુઓને જોડે છે. 135ફૂટ પહોળા આ વિશાળ પુલ ઉપરથી પસાર થવા રોડ અને રેલ્વે બંને ઉપયોગમાં લેવાય છે. આ પ્રકારનો તે સૌથી મોટો ઝૂલતો પુલ છે. 7.2 બિલિયન ના ખર્ચે બનેલો આ પુલ હોંગકોંગ માટે બ્રિટીશ સત્તાની છેલ્લી યાદગીરી ગણાવી શકાય. માર્ગરેટ થેચરે તેનું ઉદ્ઘાટન કરેલું.
આજે આપણે જૂની નવી યાદગીરીની વિશિષ્ટ માહિતી મેળવી જેને જોવાનું ચૂકવા જેવું નથી તેના દ્વારા જ આપણને હોંગકોંગ અને મેઈન લેન્ડ ચીન વચ્ચેનો તફાવત પણ સમજમાં આવશે. અને ત્યાની પ્રજાની ભિન્નતા પણ સમજી શકાશે. હજીતો ઘણી જગ્યાઓ જોવાની છે. જે અતિ મહત્વની અને ત્યાની સંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર છે. પણ તેની વાત આવતા અંકમાં ત્યાં સુધી થોડો આરામ