મુંબઇ: શેરબજારમાં શરૂ થતાં નવા કારોબારી સેશનમાં કરન્સી માર્કેટમાં ઉથલપાથલ, વેપાર તંગદિલી સહિતના જુદા જુદા પરિબળોની અસર જોવા મળશે. હાલમાં નકારાત્મક અને હકારાત્મક બંને પરિબળો જોવા મળી રહ્યા છે. એકબાજુ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર મતભેદોને લઇને દલાલસ્ટ્રીટમાં મૂડીરોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. કમાણીની સિઝન પુર્ણ થઇ ચુકી છે.
હવે રોકાણકારો વૈશ્વિક માર્કેટમાં પ્રવાહને ધ્યાનમાં લઇને આગળ વધવા ઇચ્છુક છે. ચાવીરુપ માઇક્રો ઇકોનોમી ઘટનાક્રમ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. ચીન અને અમેરિકા નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૨૧ અને ૨૨મી ઓગસ્ટના દિવસે મંત્રણા યોજનાર છે. અમેરિકા દ્વારા ચીની ચીજવસ્તુઓ ઉપર ૧૬ અબજ ડોલરનો પ્રતિબંધ લાદી દીધો છે. વાતચીતના કારણે સ્થિતિ સુધરી શકે છે. સ્થાનિક ચલણમાં ઉથલપાથલ જોવા મળી શકે છે. ગુરુવારના દિવસે રૂપિયો અમેરિકી ડોલરની સામે ૭૦.૭૬ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. તુર્કિસ ચલણમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. તુર્કિસ લીરામાં આ વર્ષે ડોલર સામે ૪૦ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. આ ઉપરાંત અન્ય પરિબળોની પણ અસર જાવા મળશે.
ઇન્ફોસીસના શેરમાં ઉથલપાથલ રહી શકે છે. ક્રૂડ ઓઇલના ઉતારચઢાવ, મોનસુનની પ્રગતિ, વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા માર્કેટની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા રહેશે. માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ દ્વારા હાલમાં જ તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી. જેમાં આરબીઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો. આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.