* સૂરપત્રીઃ રાગ માંડ *
ઈશ્વરે આપણને માનવ જન્મ આપ્યો છે માટે કદાચ એવું સમજી શકીએ કે પૃથ્વી પરના અન્ય જીવોની સરખામણીમાં આપણી લાગણીઓની અભિવ્યક્તિની રીત પણ અલગ જ હોવાની. હવે વ્યક્તિનો જન્મ જે ધરા પર થયો હોય અને જ્યાં એનો શૈશવકાળ પસાર થયો હોય એની સ્મૃતિઓ તેના માનસપટ પર સદૈવ અંકિત થઈ જતી હોય છે. હવે આવી જ સ્મૃતિઓમાં આપણે જાણતા/અજાણતા નાનપણથી સાંભળતા આવતા ગીતો પણ ઘણીવાર અવિસ્મરણીય જ બની રહે છે. ખાસ કરીને આપણા લોકગીતોનો એ બાબતે મોટો ફાળો કહી શકાય.
આ બાબત હું સ્પષ્ટ અને ખુશાલીથી એટલે કહી શકું છું કે આવી કઇંક કેટલીય સંગીત સંલગ્ન મીઠીયાદો અમારા સ્મૃતિપટ પર શૈશવકાળથી છવાયેલી છે. ખાસ કરીને મારા પિતાજીનો આ બાબતે અમારા શોખને સીડી આપવામાં સિંહ ફાળો છે એવું કહી શકાય. ઘરના ઝૂલે ઝૂલતા અને જ્યારે પપ્પાના કંઠે એ ગીતોની રમઝટ શરૂ થતી…પછીની તમામ ક્ષણો હ્રદયસ્થ જ થઈ જતી…
એ યાદગાર ગીતો પૈકી એક રચના છે જે મેઘાણીની અદ્ભૂત કૃતિઓ પૈકી ની એક કહી શકાય.
ધરતી ને હૈયે પે’રાવે સાગર રાણો, ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે….
અને બીજું ગીત છે એ બંગાળી કવિ શ્રી ચિતરંજન દાસની રચનાનો અનુવાદ છે. જે ૧૯૨૫ની સાલમાં લખાયેલું છે, કિન્તુ આજના સંદર્ભે પણ એટલુંજ બંધબેસતું લાગે છે.
મારા જ્ઞાન ગુમાન ની ગાંસડી, ઉતરાવો શિરે થી આજ…
મારા પુસ્તક પોથા ની પોટલી, ઉતરાવો શિરે થી આજ…
મિત્રો, ઉપરોકત વાત ભૂમિકા સાથે એટલે કહી છે કે આજે જે રાગ વિશે માહિતી આપું છું એ રાગ માંડનો પ્રયોગ મોટા ભાગે આવા લોકગીતો જેવી રચનાઓમાં વધુ થતો જોવા મળે છે.
બિલાવલ થાટનો ચંચળ પ્રકૃતિ ધરાવતો રાગ માંડ ગુજરાતી અને રાજસ્થાની લોકગીતોમાં પણ એટલોજ ઉપયોગમાં લેવાય છે.
લેકિન ફિલ્મનું જાણીતું ગીત કેસરિયા બાલમા, મોહે બાવરી બોલે લોગ તથા અન્ય એક રાજસ્થાની ગીત કેસરિયા બાલમા, પધારો મ્હારે દેશ પણ રાગ માંડ બેઇઝડ છે.
ફિલ્મી ગીતો પૈકી, ફિલ્મ અભિમાનનું એક ગીત જે એસ.ડી.બર્મન સાહેબે સ્વર બદ્ધ કર્યું છે અને લતાજીના કોકિલ કંઠે ગવાયેલું એ અવિસ્મરણીય ગીત અબ તો હે તુમ સે હર ખુશી અપની.
અન્ય મહત્વના ગીતમાં ફિલ્મ રેશ્મા ઔર શેરાનું ગીત હજુય હ્રદયસ્થ છે. તું ચંદા મેં ચાંદની રાગ માંડ બેઇઝડ છે. તદુપરાંત ફિલ્મ ઉપહારનું લોકપ્રિય ગીત સૂની રે ડગરિયા પણ રાગ માંડ બેઇઝડ છે.
ફિલ્મ બૈજુ બાવરા નું ગીત જે નૌશાદ દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે અને લતાજી ના કંઠે ગવાયેલુ છે. બચપન કી મુહોબ્બત કો, દિલ સે ના જુદા કરના, જબ યાદ મેરી આયે મિલને કઈ દુઆ કરના ઉપરાંત, રાગ માંડની અન્ય રચનાઓમાં ફિલ્મ રેશ્મા ઔર શેરાનું ગીત તું ચંદા મૈં ચાંદની તથા ૧૯૭૮ માં રિલીઝ થયેલી ફિલ્મ સ્વર્ગ નર્કનું ગીત પિયા પિયા બોલે મોરા કંગના પણ ઉપરોક્ત રાગ સંલગ્ન છે.
ઉપરાંત, વિનોદ જોશીની એક કૃતિ જેને સ્વરબદ્ધ સોલી કાપડિયા એ કરેલી છે એ રચના ડાબે હાથે ઓરું સાજન લાપસી માંડ રાગ સંલગ્ન છે. નિશા ઉપાધ્યાયના કંઠે આ ગીત અદભૂત લાગે છે.
તો મિત્રો ચાલો આજે રાગ માંડ ની મારી પ્રિય રચના પૈકી એક મસ્ત મજાનું ગીત સાંભળીએ…..
આરોહ :- સા ગ રે મ ગપ મધ પનિ ધસા
અવરોહ :- સાધ નિપ ધમ પગ મસા
વાદી :- મ-સા
સંવાદી :- સા-પ
જાતિ :- સંપૂર્ણ
થાટ :- બિલાવલ
સમય :- સર્વકાલીન
– આર્ટીકલ:- મૌલિક સી. જોશી.
જૂનાગઢ.
गाना / Title: सूनी रे नगरिया, सूनी रे सजरिया
चित्रपट / Film: Upahaar
संगीतकार / Music Director: लक्ष्मीकांत – प्यारेलाल- (Laxmikant-Pyarelal)
गीतकार / Lyricist: आनंद बक्षी-(Anand Bakshi)
गायक / Singer(s): लता मंगेशकर-(Lata Mangeshkar)
सूनी रे नगरिया, सूनी रे सजरिया
भये परदेसी मेरे साँवरिया
सूनी रे नगरिया, राम ।
रामा दुहाई में तो ये भी नही जानी, (२)
बिता कब बचपन आयी रे जवानी,
कैसी में बावरिया, नहीं रे ख़बरिया,
भये परदेसी मेरे साँवरिया
सूनी रे नगरिया, राम ।
लिखना न जानूँ मैं तो, कैसे लिखूँ पतिया, (२)
कोई बता दे उनसे मेरे मन की बतियाँ,
बनके बदरिया, बरसे नजरिया,
भये परदेसी मेरे साँवरिया
सूनी रे नगरिया, राम ।
मैं तो हुं आप ही अपनी दुश्मन निगोड़ी, (२)
जाते पिया के पीछे, काहे ना दौड़ी,
जाने ना कदरिया, रोकी ना डगरिया,
भये परदेसी मेरे साँवरिया
सूनी रे नगरिया, राम ।
सूनी रे नगरिया, सूनी रे सजरिया
भये परदेसी मेरे साँवरिया
सूनी रे नगरिया, राम ।।