અમદાવાદ: એપોલો ટાયર્સની ટાયર એક્ષ્ચેન્જ ઓફર અંતર્ગત ગુજરાતના સુરેન્દ્રનગરના યુવક કિશન સરાડવાને મેગા જેકપોટ લાગ્યો છે. સુરેન્દ્રનગરના વતની કિશન સરાડવાને એપોલો ટાયર્સ દ્વારા એક્ષ્ચેન્જ ઓફરમાં લકી વિજેતા બનવા બદલ આજે અમદાવાદમાં એક ખાસ સન્માન કાર્યક્રમ યોજી તેને મારૂતિ વિટારા બ્રેઝા ભેટમાં આપવામાં આવી હતી. એપોલો ટાયર્સ લિ.ના ગ્રુપ હેડ રાજેશ દહિયાએ મારૂતિ વિટારા બ્રેઝાની ચાવી યુવકને આપી ત્યારે તે અને તેના પરિવારજનો ખુશીથી ઝુમી ઉઠયા હતા. આ પ્રસંગે એપોલો ટાયર્સના ગ્રુપ હેડ રાજેશ દહિયાએ જણાવ્યું હતું કે, એપોલો ટાયર્સની ટાયર એક્ષ્ચેન્જ ઓફરમાં દેશભરમાંથી ગ્રાન્ડ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભાગ્યશાળી વિજતા ગુજરાતનો આવ્યો છે, તે વાતનું તેમને પણ ગૌરવ છે. તેમણે વિજેતા કિશન સરાડવાએ જયાંથી ટાયર નંખાવ્યું હતું, તે ડિલરને પણ વિશાળ એલઇડી ભેટ અર્પણ કરી તેમનું પણ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે એપોલો ટાયર્સના ગ્રુપ હેડ રાજેશ દહિયાએ જણાવ્યું હતું કે, દેશભરમાં વર્ષે દહાડે ટાયરનું સેલ્સ માર્કેટ આશરે ૨૨થી ૨૫ લાખનું છે, જયારે ૨૦ લાખનું માર્કેટ રિપ્લેસમેન્ટનું એટલે કે, એક્ષ્ચેન્જ ટાયરનું છે. કાર અને નોન ટ્રક ટાયરના સેગમેન્ટમાં એપોલો ટાયર્સ છેલ્લા ત્રણ વર્ષથી નંબર વન પર છે. દર મહિને એપોલો ટાયર્સ દ્વારા દેશમાં સાડા ત્રણ લાખથી વધુ ટાયરનું વેચાણ કરવામાં આવે છે. દેશમાં ટાયરના કુલ વેચાણ માર્કેટમાં એપોલો ટાયર્સનો હિસ્સો ૧૮ ટકાથી પણ વધુનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, એપોલો ટાયર્સ દ્વારા દર વર્ષે તેના ગ્રાહકો માટે આકર્ષક ઓફરો લોન્ચ કરાતી હોય છે. જેમાં એપ્રિલથી જૂન દરમ્યાન ટાયર એક્ષ્ચેન્જ ઓફર મૂકવામાં આવી હતી. આ ઓફરમાં દેશભરમાંથી અઢી લાખ જેટલા ગ્રાહકોએ ભાગ લીધો હતો. આ ઓફર અનુસંધાનમાં દેશભરમાં એપોલો ટાયર્સના એક મિલિયન ટાયર્સનું વેચાણ નોંધાયું હતું. જેમાં દસમા ભાગના ટાયર્સ તો ગુજરાતમાં વેચાયા હતા.
કંપનીએ મૂકેલી આકર્ષક ઓફરમાં દર સપ્તાહે આઇફોન-૧૦ જીતવાની અને ગ્રાન્ડ પ્રાઇઝમાં દેશમાં એસયુવી સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી મારૂતિ વિટારા બ્રેઝા આપવાનું નક્કી કર્યું હતું. એપોલો ટાયર્સની આ ઓફરને ગુજરાત સહિત દેશભરમાંથી ગ્રાહકોનો જબરદ્સ્ત પ્રતિસાદ સાંપડયો હતો. આ ટાયર એક્ષ્ચેન્જ ઓફર ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે અપાઇ હતી, જેમાં જૂના ટાયરના બદલામાં નવા ટાયર્સનો સેટ આપવામાં આવતો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, ટાયર્સ એ સલામતી માટે વાહના સૌથી અગત્યના અને આવશ્યક કોમ્પોનન્ટ છે અને તેથી એપોલો ટાયર્સ તેના ટાયરોમાં ગુણવત્તા અને ટકાઉતાના મામલે કોઇ બાંધછોડ કરતી નથી, તેનું જ પરિણામ છે કે, કંપની આજે નંબર વનના સ્થાને છે. અમારા માટે ગ્રાહકોનો સંતોષ સૌથી મોટી સિદ્ધિ છે અને તે જ સૂત્ર અપનાવીને અમે પ્રગતિના શિખરે પહોંચ્યા છીએ.