ગુજરાતીઓની પ્રિય ફિલ્મ ગુજ્જુભાઇ ધ ગ્રેટની સફળતા બાદ દિગ્દર્શક ઇશાન રાંદેરીયા ગુજ્જુભાઇ સીરીઝની પોતાની બીજી ફિલ્મ ‘ગુજ્જુભાઇ-મોસ્ટ વોન્ટેડ’ લઇને આવી રહ્યાં છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ લોંચ કરવામાં આવ્યું. ટ્રેલરને જોતા જ લાગી રહ્યું છે કે આ મૂવી પણ ગુજ્જુભાઇના અંદાજને જાળવી રાખશે અને લોકોને ખૂબ જ મનોરંજન પુરૂ પાડશે. આ ફિલ્મ જોવા માટે હવે લોકોને લાંબો સમય રાહ જોવાની જરૂર નથી કારણ કે ‘ગુજ્જુભાઇ-મોસ્ટ વોન્ટેડ’ ૧૯ જાન્યુઆરીએ રીલીજ થવા જઇ રહી છે.
આ મૂવીમાં પણ સિદ્ધાર્થ રાંદેરીયા અને જીમિત ત્રીવેદીની જોડી જ જોવા મળશે, જેઓ એસ્ટેટ એજન્ટ છે. અન્ય સ્ટાર કાસ્ટની વાત કરવામાં આવે તો તેજલ વ્યાસ, પૂર્વી વ્યાસ, જયેશ મોરે, વ્યોમા નંદી, સુનિલ વિશરાની, અનિલ માંગે, આલોક ગાગડેકર, સફીક અંસારી છે. જ્યારે ફિરોજ ઇરાની સ્પેશ્યિલ ગેસ્ટ તરીકે દેખાશે.
સ્ટોરી, સ્કિન પ્લે અને દિગ્દર્શન તરીકે ઇશઆન રાંદેરીયા છે. પેન સ્યુડિયોના પ્રોડક્શન બેનર હેઠળ નિર્મીત આ ગુજરાતી મૂવીના પ્રોડ્યુર્સ ધવલ જ્યંતિલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડા છે. ફિલ્મમાં મ્યુઝીક આપ્યું છે અદ્વિત નેમલેકર, પાર્થ ભરત ઠક્કર અને સાગર દેસાઇએ.
તો પકડવાનું… સોરી… જોવાનું ચૂકશો નહિં ‘ગુજ્જુભાઇ-મોસ્ટ વોન્ટેડ’.