નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નુપુર અને રાજેશ તલવારને નિર્દોષ છોડી મુકવા સામે દાખલ કરવામાં આવેલી સીબીઆઈની અરજીને ગઇ કાલે સ્વીકારી લીધી હતી. તેમની પુત્રી આરુષિની હત્યાના મામલામાં આ દંપત્તિને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. હવે સીબીઆઈની અરજીને તલવાર દંપત્તિને નિર્દોષ છોડી મુકવા સામે સ્વીકારી લેવામાં આવી છે. સીબીઆઈએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રાજેશ અને નુપુર તલવારને નિર્દોષ છોડી મુક્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. આરુષિ કેસનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- ૧૬મી મે ૨૦૦૮ : ડેનિસ્ટ દંપતિની પુત્રી આરૂષિ નોયડામાં જલવાયુ વિહારમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનું ગળુ કપાયેલુ હતુ
- ૧૭મી મે ૨૦૦૮ : નોકર હેમરાજનો મૃતદેહ પણ તલવારના ઘરની છત પર મળી આવ્યો હતો
- ૨૧મી મે ૨૦૦૮ : દિલ્હી પોલીસની ટીમ તપાસમાં જાડાઇ
- ૨૨મી મે ૨૦૦૮ : ઓનર કિલિગની શંકાના આધારે પરિવારની તપાસ
- ૨૩મી મે ૨૦૦૮ : આરૂષિના પિતા રાજેશ તલવારની બે હત્યા બદલ ધરપકડ કરાઇ
- ૧લી જૂન ૨૦૦૮ : તત્કાલિન મુખ્યમંત્રી માયાવતીએ આ કેસ સીબીઆઈને સોંપી દીધો હતો
- ૨૫મી જુન ૨૦૦૮ : નુપુર તલવાર પર પણ બીજી વખત લાઇ ડિટેક્ટર ટેસ્ટ
- ૨૦મી જુલાઇ ૨૦૦૮ : રાજેશ તલવાર પર લાઇ ડિટેક્ટર ટેસ્ટ
- ૧૪મી સપ્ટેમ્બર ૨૦૦૯ : દિલ્હી પોલીસને બુલંદશહેરમાં આરૂષિનો મોબાઇલ મળ્યો
- પાંચમી જાન્યુઆરી ૨૦૧૦ : સીબીઆઇએ તલવાર દંપતિના નાર્કો ટેસ્ટ માટે અપીલ કરી
- ૧૬મી મે ૨૦૧૦ : પુત્રીની યાદમાં તલવાર દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી
- ૨૯મી ડિસેમ્બર ૨૦૧૦ : સીબીઆઈએ આરૂષિ હત્યા કેસમાં ક્લોજર રિપોર્ટ તૈયાર કર્યો
- ૩જી જાન્યુઆરી ૨૦૧૧ : ગાજિયાબાદની કોર્ટે સીબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલા ક્લોજર રિપોર્ટની પ્રમાણિકતાની ચકાસણી કરી
- ૨૫ જાન્યુઆરી ૨૦૧૧ : આરૂષિના પિતા તલવાર પર કોર્ટની બાહર હુમલો કરાયો
- ૩૦મી જાન્યુઆરી ૨૦૧૧ : આ કેસમાં ન્યાયને લઇને જંતરમંતર ઉપર થયેલા દેખાવમાં સમાજના તમામ લોકો જાડાયા
- આઠમી માર્ચ ૨૦૧૧ : તલવારના એટર્નીની માતા મૃત હાલતમાં મળી
- ૧૮મી માર્ચ ૨૦૧૧ : તલવાર સામે હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમે સ્ટે મૂક્યો
- ૨૧મી માર્ચ ૨૦૧૧ : તલવારે ગાજિયાબાદ જિલ્લા કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવ્યો
- ૨૫મી માર્ચ ૨૦૧૧ : હેમરાજની વિધવાએ ગાજિયાબાદની કોર્ટમાં અપીલ કરીને તલવારે હેમરાજ અને આરૂષિની હત્યા કરી હોવાનો આરોપ કર્યો
- ૮મી એપ્રિલ ૨૦૧૧ : સુપ્રીમ કોર્ટે મૂળભૂત અરજી ન કરવા બદલ તલવારની જાટકણી કાઢી
- ૧૧મી એપ્રિલ ૨૦૧૧ : તલવાર દંપતી કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં
- ૧૫મી એપ્રિલ ૨૦૧૧ : સુપ્રીમે કેસમાં સીબીઆઈનો જવાબ માંગ્યો
- ૨૨મી એપ્રિલ ૨૦૧૧ : સીબીઆઈએ ફોર્જરી અને હકીકત છૂપાવવાનો રાજેશ તલવાર પર આક્ષેપ કર્યો
- ૨૭મી એપ્રિલ ૨૦૧૧ : આરૂષિ કેસમાં સુનવાણી સીબીઆઈ કોર્ટમાં થઇ
- ૨૫મી નવેમ્બર ૨૦૧૩ : આરુષિ-હેમરાજ ડબલ મર્ડર કેસમાં રાજેશ અને નુપુર તલવારને દોષિત ઠેરવવામાં આવ્યા હતા
- ૨૬મી નવેમ્બર ૨૦૧૩ : ઉંડી તપાસ, પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા, સુનાવણી બાદ ગાઝિયાબાદ સ્થિત ખાસ સીબીઆઈ કોર્ટે રાજેશ અને નુપુરને આજીવન કારાવાસની સજા ફટકારી હતી
- જાન્યુઆરી ૨૦૧૪ : તલવાર દંપત્તિએ સીબીઆઈ કોર્ટના ચુકાદા અને સજાને પડકાર ફેંકીને અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી
- ૭મી સપ્ટેમ્બર ૨૦૧૭ : તલવાર દંપત્તિના મામલામાં હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો
- ૧૨મી ઓક્ટોબર ૨૦૧૭ : અલ્હાબાદ હાઈકોર્ટે પુરાવાના અભાવે તલવાર દંપત્તિને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો
- ૧૦મી ઓગસ્ટ ૨૦૧૮ : અલ્હાબાદ હાઈકોર્ટના તલવાર દંપત્તિને નિર્દોષ છોડી મુકવાના ચુકાદાને પડકાર ફેંકીને દાખલ કરાયેલી સીબીઆઈ અપીલને સુપ્રીમ કોર્ટમાં સ્વીકારવામાં આવી