અમદાવાદઃ ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ મશીનરી એકઝીબીશન સોસાયટી (આઇઆઇટીએમઇએસ) દ્વારા આગામી ૧૮થી ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯ દરમ્યાન મુંબઇ ખાતે એકઝીબીશન સેન્ટર મુકામે વિશ્વકક્ષાના બીજા ગ્લોબલ ટેક્સટાઈલ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગ શો-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ શોમાં વિશ્વના ૩૫થી વધુ દેશોમાંથી એકઝીબીટર-પ્રતિનિધિઓ ભાગ લેશે.
આ વૈશ્વિક શો ટેક્ષ્ટાઇલ ક્ષેત્રની નવી શોધ-સંશોધન, ટેકનોલોજી અને બિઝનેસ વિસ્તરણ સહિતના વિષયોને લઇ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને એકઝીબીટર્સ માટે નવી તકો પ્રાપ્ત કરવાનું ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ બની રહેશે. ભારત આજે વિશ્વમાં બીજા ક્રમનું સૌથી વિશાળ ટેક્સટાઈલ માર્કેટ છે ત્યારે ભારતમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ખાસ કરીને એપરેલ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ ૧૦૦ બિલીયન યુએસ ડોલરનું છે, જે ૨૦૨૫ સુધીમાં વધીને ૩૦૦ બિલીયન યુએસ ડોલર થવાનો અંદાજ છે, જે ભારત માટે એક અનોખી સિદ્ધિ હશે એમ અત્રે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ મશીનરી એકઝીબીશન સોસાયટી (આઇઆઇટીએમઇએસ)ના વાઇસ ચેરમેન કૈઝર મહુવાલા, પૂર્વ વાઇસ ચેરમેન પ્રકાશ ભગવતી અને ખજાનચી કેતન સંઘવીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વકક્ષાના બીજા ગ્લોબલ ટેક્સટાઈલ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગ શોમાં વિશ્વભરના ૩૫થી વધુ દેશોમાંથી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, એકઝીબીટર્સ સહિતના પ્રતિનિધિઓ ભાગ લેશે. અમદાવાદ, ગુજરાત અને ભારત ઉપરાંત દુનિયાભરમાં આશરે ૩૦ હજારથી મુલાકાતીઓ આ વૈશ્વિક શોની મુલાકાત લેશે. ટેક્ષ્ટાઇલ ક્ષેત્રના ૧૫૦૦થી વધુ એકમો પણ, જેમાં ભારતના ૪૫૦ એકમો લાકોનું ખાસ ધ્યાન ખેંચશે. જીટીટીઇએસ-૨૦૧૯ શોમાં ભારતની આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયામાં ટેક્ષ્ટાઇલ ઇન્ડ્સ્ટ્રીઝમાં વધતી માંગને લઇ બિઝનેસ વિસ્તરણ અને વ્યાપની ઉત્તમ તક પ્રાપ્ય બનાવશે. દેશમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને એન્જિનીયરીંગને લગતી ૬૦ ટકા જેટલી મશીનરી હજુ પણ ઇમ્પોર્ટ કરવી પડે છે, તેથી મશીનરી મેન્યુફેકચરર્સ અને એસેસરીઝ મેન્યુફેકચરર્સને કેવી રીતે તેઓ સ્થાનિક કક્ષાએ જ આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી ઉત્પાદન અને બિઝનેસ હાંસલ કરી શકે તે માટેના નોલેજ, માહિતી અને માર્ગદર્શનની અનોખી તક આ શોમાં મેળવી શકશે.
ઇન્ડિયા આઇટીએમઇ સોસાયટીના વાઇસ ચેરમેન કૈઝર મહુવાલા, પૂર્વ વાઇસ ચેરમેન પ્રકાશ ભગવતી અને ખજાનચી કેતન સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, તા.૧૮થી ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯ દરમ્યાન આયોજિત આ વૈશ્વિક શોમાં વન સ્ટોપ સો‹સગ સોલ્યુશન આફ્રિકાની માંગ પણ દેશ-વિદેશથી આવેલા ઉદ્યોગપતિઓ, એકઝીબીટર્સ બીટુબી બેઠક દ્વારા પરિપૂર્ણ કરી શકશે. એટલું જ નહી, મેઇક ઇન ઇન્ડિયા ઇનીશીએટીવને સાચા અર્થમાં સાર્થક કરવાના ભાગરૂપે ટેક્ષ્ટાઇલ અને એન્જિનીયરીંગ ક્ષેત્રને વધુ પ્રોત્સાહિત, વેગવંતુ અને સન્માનિત કરાશે. આ શોમાં અમદાવાદ-સુરતના સ્પીનીંગ અને પાવરલુમ્સ યુનિટને પણ આમંત્રણ અપાયું છે કે જેથી તેઓને આ સેકટરમાં નવી ટેકનોલોજી, શોધ-સંશોધનો, વૈશ્વિક ફેરફારો અને બિઝનેસ વ્યાપ-વિસ્તરણ સહિતના વિષયોને લઇ ખૂબ ઉપયોગી માર્ગદર્શન અને વાણિજ્યિક તકો પ્રાપ્ય બનશે.
જીટીટીઈએસ એ ગ્રોથ કેટેલિસ્ટ અને ઓપ્ટિમમ બિઝનેસ પ્લેટફોર્મ છે જેમાં વધુ બિઝનેસ સાથે નવા ગ્રાહકોને ભારતની આફ્રિકા અને સાઉથ-ઈસ્ટ એશિયામાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં વધતી માંગ માટે સૌથી ઉત્તમ સોર્સિંગ સોલ્યુશન ઓફર કરે છે. આફ્રિકા સિવાય નવા માર્કેટસ, ભારત નવા ગ્રાહકો અને નવી તકો માટે ઈજિપ્ત, બાંગ્લાદેશ, કોરિયા, ઉઝબેકિસ્તાન, ઈરાન, શ્રીલંકા વગેરે દેશોના ડેલિગેટ્સ માટે સો‹સગ સોલ્યુશન્સ માટે પણ તક પૂરી પાડશે. અનેકવિધ પ્લેટફોર્મ્સ પછી પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના જીટીટીઈએસ ૨૦૧૯નો હિસ્સો બનવું એ એક સોનેરી તક સમાન છે.