અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથના દર્શન માટે આજે ૫૨૮ વધુ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના થઇ હતી. હજુ સુધી ૨.૭૦ લાખ શ્રદ્ધાળુઓ અમરનાથના દર્શન કરી ચુક્યા છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે ૧૮ વાહનોમાં બે બેઝ કેમ્પ માટે શ્રદ્ધાળુ રવાના થયા હતા જેમાં મહિલાઓ, સાધુ સંતોનો સમાવેશ થાય છે. ૩૬ કિલોમીટર લાંબા પહેલગામ ટ્રેક ઉપર નુનવાન બેઝકેમ્પ માટે કેટલાક શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ હતી જ્યારે ૧૨ કિલોમીટરના ટુંકા રુટ ઉપર બાલતાલ માટે અન્ય શ્રદ્ધાળુઓની ટુકડી રવાના કરવામાં આવી હતી.
અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં હજુ સુધી ૧૩ના મોત થઇ ચુક્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.
૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૭૦ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે.
અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષની અંદર આ વર્ષે સૌથી વધારે સંખ્યામાં અમરનાથ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. અમરનાથમાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રણ લાખથી પણ ઉપર પહોંચી શકે છે. કારણ કે અમરનાથ યાત્રા હજુ પૂર્ણ થવામાં ઘણો સમય છે. ૨૬મી ઓગષ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે. શ્રદ્ધાળુઓનો ધસારો અકબંધ રહ્યો છે. બંને રૂટ બલતાલ અને પહેલગામથી શ્રદ્ધાળુઓ યાત્રા કરી રહ્યા છે. વાર્ષિક અમરનાથ યાત્રામાં કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આ વખતે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. કેન્દ્રમાં મોદી સરકાર પોતે આ વખતે ગંભીર દેખાઇ રહી છે. મોદી સરકારે સુરક્ષાની ખાતરી કરવા તમામ પગલા લીધા છે. કઠોર સુરક્ષા પાસાના કારણે યાત્રા શાંતિપૂર્ણ રહી છે.