મુંબઈ: ભારતભરમાં મજબૂત હાજરી ધરાવતી અગ્રણી નોન- બેન્કિંગ નાણાકીય કંપની ફુલર્ટન ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડે (ફુલર્ટન ઈન્ડિયા) ગ્રામીણ ભારતાં ૩૫ સ્થળે ૧૦૦૦થી વધુ લોકોને લાભ થાય તે રીતે પાઈલટ તબક્કામાં ટોઈલેટ બાંધકામ લોન માટે ૧૫૦થી વધુ ગરિમા લોન સફળતાથી બુક કરી છે. ફુલર્ટન ઈન્ડિયાની ગ્રામીણ વેપાર પાંખ ગ્રામશક્તિ હેઠળ ઓફર કરાતી ગરિમા લોનનું લક્ષ્ય ગ્રામીણ વિસ્તારના વસાહતીઓને હાઈજીનિક જીવનશૈલી જીવવા માટે પ્રોત્સાહન આપવાનું અને ટોઈલેટ્સ નિર્માણ કરીને તેમનું જીવનધોરણ ઊંચે લાવવાનું છે.
ગરિમા લોન મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રનાં રાજ્યોમાં ગ્રામશક્તિની ૩૫ શાખાઓમાં ઘરમાલિકો દ્વારા ઉપલબ્ધ કરી શકાય છે. લોનનો ટિકિટ આકાર રૂ. ૧૦,૦૦૦થી રૂ. ૫૦,૦૦૦નો છે, જે લોનની રકમને આધારે ૬થી ૨૪ મહિનાની મુદતમાં સરળ હપ્તામાં પુનઃચુકવણી કરી શકાશે. ઋણદારો લોન માટે અરજી કરે ત્યારે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઓફર કરાતી સબસિડી પણ મેળવી શકે છે.
આ લોન્ચ પર બોલતાં ફુલર્ટન ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડના ગ્રામીણ વેપારના હેડ વિશાલ વાધવાએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં ઘણાં બધાં પરિવારો સ્વચ્છ અને હાઈજીનિક ટોઈલેટ્સથી વંચિત છે, જેને લીધે ચેપ અને અન્ય આરોગ્યની સમસ્યાઓ લાગુ થાય છે. આ અંતરને ઓળખીને ફુલર્ટન ઈન્ડિયાએ ભારતના આ ગ્રામ્યજનો સન્માનિત જીવનધોરણ જીવી શકે તે માટે ગરિમા લોન લોન્ચ કરી છે. અમે ગુજરાતના ગોધરામાં એક દિવસમાં ૨૫ લોન વિતરણ સાથે ભારતભરમાં તેની ઉચ્ચ માગણી જોઈ છે. તે ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં આવી પ્રોડક્ટોની જરૂર આલેખિત કરે છે. ગરિમાનું લોન્ચ ગ્રામીણ ધિરાણની જરૂરતો માટે એક છત હેઠળ ખેલાડી બનવાની ગ્રામશક્તિની કટિબદ્ધતાને વધુ પુનઃસ્થાપિત કરે છે.
ગ્રામીણ સેનિટેશન આવરણ હાંસલ કરવાના પ્રયાસો વધારવા અને સેનિટેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગરિમા લોન ઋણદારો દ્વારા નવાં ટોઈલેટ્સ નિર્માણ કરવા અથવા મોજૂદ ટોઈલેટ્સના પુનઃબાંધકામ માટે પણ લઈ શકાય છે. ગ્રામશક્તિ ટૂંક સમયમાં જ વ્યાપક જાગૃતિ ઝુંબેશ થકી તેમની સેનિટેશનની સ્થિતિની સુધારણામાં ગ્રામીણ સમુદાયો સાથે સહભાગી થઈને તેની બધી શાખાઓમાં આ પ્રોડક્ટ ઓફર કરશે.